ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 8
આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 6ની અંક 4 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
ડીમેટ ખાતું ખોલાવવા માંગો છો તો આજે ખોલાવી શકો છો. પાંસળીઓ અને સાંધાનો દુખાવો રહેશે.
શું કરવુંઃ- ૐ નમઃ શિવાયનો જાપ કરો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-2
વીમા એજન્ટોને લાભ મળી શકે છે. તેમને સન્માન પણ મળી શકે છે. ભ્રષ્ટાચારને લગતી તપાસ ભોગવી રહેલાં લોકો માટે સાવધાન રહેવાનો સમય
શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-3
ન્યૂરો ડોક્ટર અને સર્જનોને મોટી સફળતા મળી શકે છે. જો કોઇ સેમીનારમાં લેક્ચર આપવાનું છે તો સન્માન મળી શકે છે.
શું કરવુંઃ- સૂર્ય મંત્રનો જાપ કરો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-4
જો કોઇ મામલે કોર્ટની શરણમાં જવાનું ઇચ્છો છો તો આજે યોગ્ય વ્યક્તિ પાસેથી સલાહ લઇને આ દિશામાં આગળ વધો.
શું કરવુંઃ- લંગરમાં ધનરાશિ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-5
તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો. કોઇપણ સરકારી કર્મચારીઓ સાથે વિવાદમાં ઉતરશો નહીં. સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરવાનું વિચારી રહેલાં રાજનેતાઓએ આજે સાવધાન રહેવું.
શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં કાળો દોરો ભેટ કરો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-6
જે જેવું ચાલી રહ્યું છે, તેવું જ ચાલવાં દેવું. જો તેને બિનજરૂરી રીતે નિયંત્રિત કરવાની કોશિશ કરશો તો મુશ્કેલી વધી શકે છે. પરિવારમાં તણાવ પેદા ન થાય તેનું ધ્યાન રાખો.
શું કરવુંઃ- ગુરુ સમાન વ્યક્તિને ધનરાશિ ભેટ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-7
ભારે વસ્તુના વેપારમાં લાભ થઇ શકે છે. રાજનીતિના સલાહકાર માટે વધારે અનુકૂળતા રહેશે. ઘરની અંદરની જગ્યાએ ઘરની બહાર વધારે સમય પસાર કરો.
શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવીને મોટી બુંદીના લાડવા ચઢાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-8
બ્લડ શુગરના દર્દીઓએ સાવધાની રાખવી. તમારી વિચારેલી યોજનામાં પરિવર્તન કરવું પડી શકે છે. કોઇ જરૂરી નથી કે તમારા કામ હંમેશાં પૂર્ણ જ થાય.
શું કરવુંઃ- ભેંસને ગોળ-રોટલી આપો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-9
જો પહેલાં કોઇ ઓપરેશનમાં શરીરમાં ધાતુની પ્લેટ હોય તો આજે તેને કઢાવવા અંગે વિચાર કરશો નહીં. પ્રોપ્રટીના બદલામાં લોન લેવાનું વિચારતાં હોવ તો આજે ટાળો.
શું કરવુંઃ- ભૈરવબાબાને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર અને સાત્વિક વરક ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.