23 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:શુક્રવારનો દિવસ અંક 4ના જાતકો માટે શુભ રહેશે, આ લોકોએ આજે જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી જોઈએ

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 23 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજે તમારા વ્યક્તિત્વમાં નવા આકર્ષણનો સંચાર થશે. તમારા હુનર અને સમજદારીથી કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરશો. વેપારમાં આજે અચાનક શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

શું કરવુંઃ- ભગવાન વિષ્ણુજીની આરાધના કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજે તમને શુભ સૂચના મળી શકે છે. ઘરની જવાબદારીઓને નિભાવવાની દિશામાં કઇંક નવો નિર્ણય લઈ શકો છો. વેપાર, રોજગાર સારો ચાલશે. પિતાના કાર્યમાં તમારો સહયોગ સારો રહેશે,

શું કરવુંઃ- સૂર્ય દેવતાને જળ અર્પણ કરો

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે. મનમાં કોઈ વાત હોય તો તેને પ્રકટ કરો. ઉન્નતિના નવા માર્ગ ખુલશે. મહિલાઓ પોતાના કરિયર અંગે ઊંડાણપૂર્વક વિચાર કરશે.

શું કરવુંઃ- યોગ-પ્રાણાયમનો અભ્યાસ કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ તમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. કપડાના વેપારીઓને આજે સારો લાભ થશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકો છો. સાસરિયા પક્ષના લોકો સાથે સારી વાતચીત થશે.

શું કરવુંઃ- જરૂરિયાતમંદ લોકોની મદદ કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજે કોઈની વાતને હ્રદયે લગાવશો નહીં. નોકરી કરનાર લોકોને આર્થિક રીતે સક્ષમ બનાવવાની જરૂરિયાત રહેશે. વેપારમાં જબરદસ્ત પરિણામ પ્રાપ્ત થશે.

શું કરવુંઃ- ગણેશજીની પૂજા-આરાધના કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજે તમે તમારા ઉપર વિશ્વાસ રાખો. વધારે લાભ મેળવવા માટે તમે બિઝનેસમાં ભાઈ-બહેનનો સહયોગ પણ પ્રાપ્ત કરી શકો છો. મિત્રોની મદદથી મુશ્કેલ કામ પણ પૂર્ણ થઈ જશે.

શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજે કામમાં સારી તક હાથ લાગી શકે છે. તમારા પારિવારિક બિઝનેસમાં આજે તમારે તમારા જીવનસાથીની વાત માનવી પડી શકે છે. સોશિયલ મીડિયા દ્વારા તમને કોઈ નવો મિત્ર મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી રૂપિયા પ્રાપ્ત થઈ શકે છે. કોઈ નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવાથી તમને ઘણું શીખવા મળી શકે છે. યુવાઓ પાસે ઉચ્ચ શિક્ષા માટે સારી તક છે.

શું કરવુંઃ- પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવવો

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજે તમારા પોઝિટિવ વિચારોથી તમારા પરિવારના લોકો પ્રસન્ન રહેશે. નોકરીમાં બેંકિંગ સેક્ટરના લોકો માટે લાભનો સમય છે. પેંડિંગ રહેલી કોઈ પ્રોપર્ટી ડીલ હવે ફાયદો આપી શકે છે.

શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2