23 નવેમ્બરનું અંક ભવિષ્ય:બુધવારે અંક 3ના જાતકો માટે લાભકારી સ્થિતિ બનશે, આજે આ લોકોએ યોગ-પ્રાણાયમનો અભ્યાસ કરવો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 23 નવેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- પોતાની યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. સંતાનના કરિયર સાથે જોડાયેલી કોઈ સમસ્યા કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિના સહયોગથી ઉકેલાઇ જશે. જો કોઈ પારિવારિક સમસ્યા ચાલી રહી છે તો તણાવની જગ્યાએ શાંતિથી તેનો ઉકેલ શોધો.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર જળ ચઢાવવું

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. તમારી યોજનાને શરૂ કરવાનો યોગ્ય સમય છે. કોઈ ધાર્મિક સંગઠન સાથે જોડાવવું અને સહયોગ કરવો તમારા મનને શાંતિ આપશે. યુવાઓના પોતાના કોઈ કામમાં વિઘ્ન આવી શકે છે.

શું કરવુંઃ- ભગવાન વિષ્ણુજીની આરાધના કરો

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- લાભકારી સ્થિતિ બની શકે છે. બધા કાર્યો યોગ્ય રીતે પૂર્ણ થશે. થોડો સમય આધ્યાત્મિક સ્થાને વિતાવવાથી મનને શાંતિ મળી શકે છે. રૂપિયાને લઇને અટવાયેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે.

શું કરવુંઃ- યોગ પ્રાણાયમનો અભ્યાસ કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આ સમયે આર્થિક પક્ષ પહેલાં કરતા સારો રહેશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ચિંતાઓથી પણ તમને રાહત મળી શકે છે. છેલ્લાં થોડા સમયથી જે કામ અટવાયેલું હતું આજે તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

શું કરવુંઃ- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- સંપત્તિ કે વાહનને લગતી ખરીદીની યોજના બનશે. ખરીદી પણ શક્ય છે. વિદ્યાર્થીઓને કોઈ પ્રતિયોગિતા પરીક્ષામાં સારા પરિણામ મળી શકે છે. વધારે મહેનત કરવી પડશે.

શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- ગ્રહ ગોચર પોઝિટિવ રહેશે, તેનો યોગ્ય ઉપયોગ કરો. છેલ્લાં થોડા સમયથી અટવાયેલું કામ આજે થોડી કોશિશમાં સફળ થઈ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ઉપર પૂર્ણ ધ્યાન આપશે. ભાવુકતા અને ઉદારતા જેવી ખામીઓને દૂર કરવી જરૂરી છે.

શું કરવુંઃ- ગૌ માતાને લીલું ઘાસ ખવડાવો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- ઘરની દેખરેખનું કામ અટવાયેલું છે તો તેને પૂર્ણ કરવા માટે યોગ્ય સમય છે. તમે ઊર્જાવાન અનુભવ કરશો. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઈ સ્વાસ્થ્ય સમસ્યામાં સુધાર આવશે.

શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- લાંબા સમયથી ઉધાર લીધેલું કે અટવાયેલું ધન પાછું મળી શકે છે, એટલે કોશિશ કરતા રહો. વિદ્યાર્થીઓ અને યુવાઓને વ્યાવસાયિક અભ્યાસમાં યોગ્ય સફળતા મળી શકે છે. રૂપિયા સાથે જોડાયેલ કોઈપણ લેવડ-દેવડ કરવા માટે સમય ઠીક નથી.

શું કરવુંઃ- ગણેશજીને મોદકનો ભોગ ચઢાવવો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે. તમે તમારી મહેનત અને પરાક્રમથી પોતાનું કોઈ સપનું પૂર્ણ કરવામાં સફળ રહેશો. આર્થિક સ્થિતિ પણ મજબૂત રહી શકે છે. આ સમયે અન્ય લોકો ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાના નિર્ણય લો.

શું કરવુંઃ- હનુમાનજીને સિંદૂર ભેટ કરો

શુભ રંગઃ- બદામી

શુભ અંકઃ- 1