23 નવેમ્બરનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 8ના જાતકોએ કોઇને ધનને લગતી ગેરેન્ટી આપવી નહીં, ભૈરવ બાબાને કચોરી-સમોસા ચઢાવો

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ. અંક 5ની અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કાર્ય કરવાનું સ્થાન બદલાઇ શકે છે. મકાન પણ બદલાઇ શકે છે અથવા બદલવાની યોજના બની શકે છે. અટવાયેલું કામ બની શકે છે.

શું કરવુંઃ- પીપળામાં જળ ચઢાવીને દેસી ઘીનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

જૂનો મામલો સામે આવવાથી પરેશાની થઇ શકે છે. બેકરી અને કંફેક્શનરી વસ્તુઓના વેપારીઓ માટે સમય કૃપાળુ સિદ્ધ થઇ શકે છે.

શું કરવુંઃ- કુળદેવતા સામે દેસી ઘીનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કાર્ય-સ્થળમાં તણાવ વધી શકે છે. અધિકારી સાથે વિવાદથી બચવું. જેવું ચાલી રહ્યું છે તેને જ સંભાળો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચંદનનું તિલક કરીને દેસી ઘીનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

પરિવારમાં ઉલ્લાસનું વાતાવરણ રહી શકે છે. કોઇ ઉત્સવ/સમારોહમાં ભાગ લઇ શકો છો.

શું કરવુંઃ- કૂતરાને ગોળનો હલવો આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

આઉટસોર્સિંગનું કામ કરી રહેલાં લોકોને સારો અવસર મળી શકે છે. કોઇ કોશિશનું ઊંધું પરિણામ મળી જાય તો પણ માનસિક તણાવથી બચવું.

શું કરવુંઃ- સંકટમોચન હનુમાનાષ્ટકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

સુરક્ષા સેવા આપતી કંપનીઓ માટે સમય ઉલ્લેખનીય રૂપથી લાભકારી રહી શકે છે. દાળ-કઠોળનું બજાર લાભ આપી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં કાળા તલના લાડવા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરનાર લોકોને સારો અવસર મળી શકે છે. વિદેશ કે વિદેશી સ્ત્રોતથી લાભ થઇ શકે છે. બજારમાં નવું રોકાણ કરી શકો છો.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર આંકડાના ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કોઇને આપેલું ધન પાછું મળી શકે છે. કોઇની પણ ધનને લગતી ગેરેન્ટી આપશો નહીં.

શું કરવુંઃ- ભૈરવ બાબાને કચોરી-સમોસા અને ઇમરતી ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

તમારી વાત યોગ્ય હોઇ શકે છે, છતાંય તેને મનાવવા માટે લોકો ઉપર દબાણ ન આપો. અનુશાસન તો ઠીક છે.

શું કરવુંઃ- સત્સંગમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ