23 નવેમ્બરનું અંક ભવિષ્ય:સોમવારનો ભાગ્ય અંક 2 રહેશે, જાતકોએ આજે કુળદેતા સાથે ઘીનો દીવો પ્રગટાવવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 5ની અંક 2-7 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ વિરોધી/મિત્ર યુતિ.

અંકઃ-1

મહિલા ફિલ્મ-ટીવી નિર્માતા-નિર્દેશકો માટે દિવસ શુભ રહેશે. ગર્ભવતી મહિલાઓની તપાસમાં અનુકૂળતા રહેશે. પાચનને લગતી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- પીપળામાં જળ ચઢાવીને દેસી ઘીનો દીવો કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2

સમય જેટલો સમર્થનમાં છે, તેટલો જ વિરોધમાં છે, એટલે ભાગદોડના ચક્કમાં પડશો નહીં. શરદી-તાવનું ધ્યાન રાખો.

શું કરવુંઃ- કુળદેવતા સામે દેસી ઘીનો દીવો કરો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3

ન્યૂરોલોજી વિભાગના લોકોને વધારે અનુકૂળતા રહેશે. વિદેશ સેવામાં જવાના ઇચ્છુક અધિકારીઓ માટે શુભ સમય છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચંદનનું તિલક કરીને દેસી ઘીનો દીવો કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4

આઉટડોર રમતના ખેલાડીઓ માટે ઉલ્લેખનીય સફળતા મળી શકે છે. જીવનસાથીના કરિયર અંગે વિશેષ વાત સંભવ છે. શ્વાસને લગતી બીમારીઓમાં સાવધાની જાળવો.

શું કરવુંઃ- કૂતરાને ગોળનો હલવો ખવડાવો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-5

લોકો અંગે ટિપ્પણી કરતી સમયે સાવધાની રાખો. નજીકના સંબંધીઓ ઘરે આવી શકે છે અથવા તમે તેમના ઘરે જઇ શકો છો.

શું કરવુંઃ- હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરો અને સંકટમોચન હનુમાનાષ્ટકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6

સન્માન-પુરસ્કાર મળી શકે છે. પીઠનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં કાળા તલના લાડવા ચઢાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-7

વન વિભાગના લોકોને ઉન્નતિનો અવસર મળી શકે છે. સામાજિક આયોજનમાં ભાગ લઇ શકો છો.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર આંકડાના ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-8

ઇચ્છિત સફળતા મેળવવાનો માર્ગ મળી શકે છે. પરિવાર સાથે સમય વિતાવી શકો છે. ઉલ્લાસથી ભરપૂર રહેશો.

શું કરવુંઃ- ભૈરવ બાબાને કચોરી-સમોસા અને ઇમરતી ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9

પારિવારિક વાતાવરણને તણાવથી બચાવો. સામાજિક મેલજોલ વધશે.

શું કરવુંઃ- સત્સંગમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- ક્રીમ