સોમવારે અંક 7ના લોકોને સારો અવસર મળી શકે છે, મહેનતનું પરિણામ સારું મળશે

ધર્મ દર્શન3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5       ભાગ્ય અંકઃ- 3     દિવસનો અંકઃ- 2,7    મહિનાનો અંકઃ- 3       ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 2-7ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને પરસ્પર વિરોધી યુતિ. અંક 5ની અંક 2-7 સાથે પ્રબળ મિત્ર યુતિ, અંક 3 સાથે પ્રબળ વિરોધી/મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ અને અંક 9 ની અંક 2-7 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1
કાર્યસ્થળે તણાવનું વાતાવરણ રહેશે. અધિકારી સાથે વિવાદથી બચવું. જે ચાલી રહ્યું છે, તેને જ સંભાળો. વધારે દોડાદોડી કરવી નહીં.
શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------

અંકઃ-2
પરિવારમાં ઉલ્લાસનું વાતાવરણ રહેશે. કોઇ ઉત્સવ/સમારોહમાં ભાગ લઇ શકો છો. અંગત સહાયકો માટે સમય અનુકૂળ છે.
શું કરવુંઃ- સંકટમોચનનો પાઠ કરો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------

અંકઃ-3
કાર્ય કરવાનું સ્થાન બદલાઇ શકે છે. મકાન પણ બદલાઇ શકે છે અથવા બદલવાની પ્રસ્તાવના બની શકે છે. અટવાયેલું કામ ગતિમાં આવશે.
શું કરવુંઃ- ભત્રીજા-ભત્રીજી/ભાણા-ભાણીને મીઠાઈ ખવડાવો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------

અંકઃ-4
જૂનો મામલો ફરી ઊભો થશે, જેના કારણે પરેશાની આવી શકે છે. બેકરી અને કંફેક્શનરી વસ્તુઓના વેપારીઓ માટે સમય કૃપાળુ સિદ્ધ થઇ શકે છે.
શું કરવુંઃ- શનિદેવને કાળા તલ અર્પણ કરો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------

અંકઃ-5
મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરી રહેલાં લોકોને સારો અવસર મળી શકે છે. વિદેશ અથવા વિદેશી સ્ત્રોતથી લાભ થઇ શકે છે. બજારમાં નવું રોકાણ કરી શકો છો.
શું કરવુંઃ- ગાયને લીલું ઘાસ ખવડાવો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- રીંગણી
--------------

અંકઃ-6
કોઇને આપેલું ધન પાછું મળી શકે છે. કોઇપણ વ્યક્તિની ધન સંબંધિતિત ગેરેન્ટી લેવી નહીં.
શું કરવુંઃ- ભૈરવબાબાને ઇમરતી ચઢાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------

અંકઃ-7
આઉટસોર્સિંગનું કામ કરતાં લોકોને સારો અવસર મળી શકે છે. મહેનતનું પ્રતિકૂળ પરિણામ મળી જાય તો પણ ચિંતા કરશો નહીં, ચિંતાથી કામ ખરાબ પણ થઇ શકે છે.
શું કરવુંઃ- શિવપરિવારને ઘરમાં બનેલાં મિષ્ઠાનનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------

અંકઃ-8
મેડિકલ ચલાવતાં લોકોની દૂરની યાત્રા લાભ આપી શકે છે. સુરક્ષા સેવા કંપનીઓ માટે સમય ઉલ્લેખનીય રૂપથી લાભકારી રહેશે.
શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------

અંકઃ-9
તમારી વાત સાચી સાબિત થઇ શકે છે, છતાંય લોકો ઉપર તેને સાચી સાબિત કરવા માટે દબાવ કરશો નહીં. જમીન સંબંધિત સોદો લાભ આપી શકે છે.
શું કરવુંઃ- ચંદન મિશ્રિત જળથી સૂર્યદેવને અર્ધ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

અન્ય સમાચારો પણ છે...