ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ-2, 7
આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 5ની અંક 2-7 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 6ની અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 8ની અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 5 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ઊનના કારોબારી સારો લાભ કમાઇ શકે છે. વિદેશમાંથી વેપાર કરનાર લોકો આગળ વધે અને પોતાની યોજનાઓને શરૂ કરવાના જરૂરી ચરણ પૂર્ણ કરે.
શું કરવુંઃ- પીપળામાં જળ ચઢાવીને દેસી ઘીનો દીવો પ્રગટાવવો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
તમારી અટવાયેલી મહત્ત્વપૂર્ણ યોજના ઉપર ફરીથી કામ શરૂ કરી શકો છો. નવી એજન્સી કે ડીલરશિપ લઇ શકો છો. મન ઉત્સાહિત રહી શકે છે.
શું કરવુંઃ- કુળદેવતા સામે દેસી ઘીનો દીવો કરવો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
તમને તમારા ઉપર ગર્વ કરવાની તક મળી શકે છે. અભ્યાસ માટે અનેક મહત્ત્વપૂર્ણ સંસ્થા સાથે જોડાઈ શકો છો. પરિવારમાં વધારે સમય વિતાવવો પડી શકે છે. ભારે ભોજનનું ખાસ ધ્યાન રાખો.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચંદનનું તિલક કરી દેસી ઘીનો દીવો પ્રગટાવવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
કોશિશ કરો કે લોકોને તમારા કામથી ઓછી ફરિયાદ હોય. તમારી નેતૃત્વ ક્ષમતાને તક મળી શકે છે. કારોબારી યાત્રા ફળદાયી રહી શકે છે.
શું કરવુંઃ- કૂતરાને ગોળનો હલવો આપો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
કાર્યસ્થળે વધારે અનુકૂળતા અનુભવ કરી શકો છો. ઉચ્ચાધિકારીઓની કૃપા મળી શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે. પતિ-પત્નીનો વ્યવહાર સુખદાયી રહી શકે છે.
શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો કરી સંકટમોચન હનુમાનાષ્ટકનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
પ્રોપર્ટીને લગતા વિવાદથી બચવું. કોર્ટમાં ચાલી રહેલાં મામલાઓમાં સ્થિતિ ખરાબ થઈ શકે છે. પાચનને લગતી સમસ્યા રહી શકે છે.
શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં કાળા તેલના લાડવા ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
બેરોજગાર માટે સારા સમાચાર મળી શકે છે. ફૈબાના પક્ષ સાથે અનુકૂળતા રહી શકે છે. કોઈની ઈર્ષ્યા કરવાથી બચવું.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર આંકડાના ફૂલ ચઢાવો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ઇન્ડોર રમતના ખેલાડીઓને અનુકૂળ તક મળી શકે છે. શાકભાજીઓનો કારોબાર સારો લાભ આપી શકે છે. શારીરિક નબળાઈ રહી શકે છે.
શું કરવુંઃ- ભૈરવ બાબાને કચોરી અને સમોસા ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ન્યૂરો સર્જનોને વધારે અનુકૂળતા રહી શકે છે. લગ્ન માટે યુવક/યુવતી એકબીજાને જોવા માટે જઈ શકે છે. આજે ઉત્સાહ વધારે રહેશે.
શું કરવુંઃ- સત્સંગમાં ધનરાશિ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.