ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 8
આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
દૂર કે ખૂબ જ દૂરથી લાભનો સંદેશ મળી શકે છે. સલાહ આપવાનું કામ કરનાર લોકો માટે આજનો દિવસ શુભ રહેશે. ઘરેલુ ઉપયોગ માટે આજે ખાસ ખર્ચ કરી શકો છો.
શું કરવુંઃ- પીપળામાં જળ ચઢાવીને દેસી ઘીનો દીવો પ્રગટાવો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-2
પ્રશાસનિક અધિકારી બનવાની તૈયારી કરી રહેલાં વ્યક્તિઓને સફળતા મળશે. કોઇ ખાસ સંબંધીનું માર્ગદર્શન કરવું પડી શકે છે.
શું કરવુંઃ- કૂળદેવતા સામે દેસી ઘીનો દીવો પ્રગટાવો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-3
પોતાના કરિયર અંગે કોઇ મોટું જોખમ ઉઠાવવા માગો છો તો ઉઠાવી શકો છો. કામ અંગે યાત્રા કરવી પડે તો કરી લો.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચંદનનું તિલક કરીને તેમની સામે દેસી ઘીનો દીવો પ્રગટાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-4
પોતાની આસપાસના લોકો સાથે સંબંધ ખરાબ થવાથી બચાવવાં. પોતાને ડિપ્રેશનથી બચાવો. માતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લઇને સાવધાન રહો.
શું કરવુંઃ- કૂતરાને ગોળનો હલવો આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-5
પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે દિવસ અનુકૂળ રહેશે. પ્રેગ્નેન્સીની ઇચ્છા ધરાવતી મહિલાઓને આ મામલે શુભ સમાચાર મળી શકે છે.
શું કરવુંઃ- હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવીને સંકટમોચન હનુમાનાષ્ટકનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-6
જો કોઇ સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ તપાસ ચાલી રહી છે તો મામલો વિરૂદ્ધ જઇ શકે છે. જે કર્મચારીઓ આ તપાસમાં સામેલ છે તેઓ આજે સાવધાન રહેવું.
શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડાંમાં કાળા તલના લાડવા ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-7
નર્સરીમાં કામ કરતાં લોકોને સારો લાભ મળી શકે છે. ખેડૂતોને પાક મામલે અનુકૂળતા રહેવાથી મન પ્રસન્ન રહેશે. વધારે વજન ધરાવતાં લોકોએ સાવધાન રહેવું.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર આંકડાના ફૂલ ચઢાવો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-8
જો કોર્ટમાં ડિવોર્સનો મામલો ચાલી રહ્યો છે તો આ મામલે અલગ થવાથી બચવાનો રસ્તો મળી શકે છે. આત્મિક આનંદ વધારે સુખ આપી શકે છે.
શું કરવુંઃ- ભૈરવ બાબાને કચોરી-સમોસા અને ઇમરતીનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-9
અન્ય ઉપર હાવી થવું કે જબરદસ્તી પોતાનો પ્રભાવ તેમના ઉપર થોપવાની કોશિશથી સંપૂર્ણ રીતે દૂર રહો.
શું કરવુંઃ- સત્સંગમાં ધનરાશિ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.