22 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:ગુરુવારનો દિવસ અંક 2ના જાતકો માટે શુભ રહેશે, આજે આ અંકના લોકોએ ગાય માતાને ઘાસ ખવડાવવું

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 22 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ તમારા માટે સોનેરી ક્ષણ લઈને આવ્યો છે. તમારા કામના વખાણ થઈ શકે છે. આજે તમારે તમારા વેપાર માટે નવી કળા શીખવાની જરૂરિયાત રહેશે.

શું કરવુંઃ- માતા-પિતાના આશીર્વાદ લો

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજે તમારી પ્રતિભાથી લોકો પ્રભાવિત થશે. તમારી અંદર છુપાયેલી ઊર્જાને બહાર કાઢવાની જરૂરિયાત છે. તમે સમજણથી કામ લેશો, તો વધારે ધન કમાઈ શકો છો.

શું કરવુંઃ- ગાય માતાને ઘાસ ખવડાવો

શુભ રંગઃ- આસમાની

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- તમારા માટે આજનો દિવસ શુભ અને ઉન્નતિકારક છે. નવા લોકો સાથે મુલાકાત બાદ તમારા જીવનને નવી દિશા મળશે. મહેનત પ્રમણે લાભ ન મળવાથી નિરાશ થઈ શકો છો.

શું કરવુંઃ- માતા લક્ષ્મીની પૂજા કરો

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજે સૌંદર્ય અને વ્યક્તિમત્વ ઉપર ખાસ ધ્યાન આપશો. કોઈ મોટી હોબીને પૂર્ણ કરવામાં આજનો આખો દિવસ પસાર થઈ શકે છે. વેપારમાં લાભ મળી શકે છે. બેરોજગારોને ઇચ્છિત નોકરી મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ તમારા માટે મજબૂત છે. સામાજિક ક્ષેત્રમાં તમારો રસ વધે તેવા સંકેત છે, તમારી સીમા વધારી શકો છો. કોઈ નવો આઈડિયા તમે તમારા વેપારમાં અપનાવશો.

શું કરવુંઃ- ગુરુજન કે વડીલ લોકોના આશીર્વાદ લો

શુભ રંગઃ- ક્રીમ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજે તમારા માટે દિવસ ખૂબ જ સારું પરિણામ આપનાર રહેશે. અન્ય લોકોનો સહયોગ મેળવવો તમારા માટે સરળ રહેશે. કોઈ કલાત્મક કાર્યમાં પોતાનો હાથ અજમાવશો અને તેનાથી ઘન એકઠું કરશો.

શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- તમને કિસ્મતનો સહયોગ મળશે. નવા લક્ષ્યને નિર્ધારિત કરવા માટે દિવસ શુભ છે. આવક વધારવા માટે કરવામાં આવતી કોશિશ હવે સફળ થતી જોવા મળી રહી છે. જીવનસાથી તમારાથી પ્રભાવિત થશે.

શું કરવુંઃ- શિવ ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- કાળો

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ તમારા માટે શાંતિપૂર્ણ રહેશે. તમારા કાર્ય વેપારમાં બુદ્ધિમાનીનો પ્રયોગ કરશે. રૂપિયાને લઈને તમારી ચિંતા દૂર થઈ શકે છે.

શું કરવુંઃ- સફેદ વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ તમારા માટે નવી તક લઈને આવ્યો છે. કારોબારીઓ માટે દિવસ સારો વિતશે. લોકોની મદદથી તમારી આવક વધશે. પ્રોફેશનલ ક્ષેત્રમાં એક જ પ્રકારનું કામ કરતી સમયે થોડો કંટાળો આવી શકે છે.

શું કરવુંઃ- ગણેશજીને મોદકનો ભોગ ચઢાવવો

શુભ રંગઃ- સોનેરી

શુભ અંકઃ- 5