21 નવેમ્બરનું અંક ભવિષ્ય:સોમવારે અંક 1ના જાતકોને બપોર પછી લાભ મળ શકે છે, આજે આ લોકોએ હનુમાનજીને સિંદૂર ચઢાવવું

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 21 નવેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજે બપોર પછી લાભકારી સ્થિતિ બની શકે છે. પરિવારના કોઈ વડીલ વ્યક્તિ પાસેથી તમને કોઈ પ્રકારનો લાભ મળવાની શક્યતા છે. ઘરના વડીલોનું સન્માન કરો. આજે ખર્ચ વધશે.

શું કરવુંઃ- હનુમાનજીને સિંદૂર ભેટ કરો

શુભ રંગઃ- બદામી

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- લાંબા સમયથી અટવાયેલાં કાર્યો આજે પૂર્ણ થઈ શકે છે, આ સમયે તમારું ધ્યાન તમારા કામ ઉપર રહેશે. વિરાસતમાં મળેલી સંપત્તિ સાથે જોડાયેલું કામ પણ સરળતાથી પૂર્ણ થઈ શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર જળ ચઢાવવું

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આજે ભાઈઓ સાથે થોડી મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ શકે છે. ભવિષ્યની થોડી યોજનાઓ પૂર્ણ થઈ શકે છે. તમારા ગુસ્સા અને વિચારો ઉપર નિયંત્રણ રાખો. તમારા સન્માન અંગે કોઈ નકારાત્મક સ્થિતિ ઊભી થશે નહીં.

શું કરવુંઃ- ગણેશજીને મોદકનો ભોગ ચઢાવવો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજે કોઈપણ કામ કરતા પહેલાં તેની યોજના બનાવી લો. તે પછી જ કામ કરવાનું શરૂ કરો. કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

શું કરવુંઃ- ભગવાન વિષ્ણુજીની આરાધના કરો

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- ભાવુકતાની જગ્યાએ દિમાગથી કામ લેવું. તમે તમારા કાર્યો અંગે સારા નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને પોતાનો પ્રોજેક્ટ પૂર્ણ કરવાની તક મળશે. આજે થોડી નકારાત્મક વાત કહેવાથી વિવાદ થઈ શકે છે.

શું કરવુંઃ- યોગ પ્રાણાયમનો અભ્યાસ કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- સંબંધિઓ સાથે વિવાદમાં તમારા સહયોગથી સ્થિતિનું સમાધાન થશે અને સમાજમાં તમારું માન-સન્માન પણ વધશે. ઘરના કોઈ જરૂરી કાગળિયા તમે કોઈ સ્થાને રાખીને ભૂલી શકો છો.

શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- જો તમે તમારું ઘર બદલવાની યોજના બનાવી રહ્યા છો તો તેના અંગે ગંભીરતાથી વાત કરો. મામા પક્ષ સાથે ફરી સંબંધ કોઈ પ્રકારના વિવાદને જન્મ આપી શકે છે. વ્યાવસાયિક સ્થાને કાર્ય યોગ્ય રીતે ચાલતું રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજે ઘરના વાતાવરણને પોઝિટિવ જાળવી રાખવામાં તમારું ખાસ યોગદાન રહેશે. સંતાનને લઈને ચાલી રહેલી કોઈ સમસ્યાનું પણ આજે સમાધાન થશે. ખર્ચ જરૂરિયાત કરતા વધારે થશે.

શું કરવુંઃ- ગૌ માતાને લીલું ઘાસ ખવડાવવું

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે ઘરના વડીલોનો આશીર્વાદ અને સભ્યોનો સહયોગ તમારા માટે સૌભાગ્યનું વાતાવરણ પ્રદાન કરશે. આ સમયે તેમની ભાવનાઓનું સન્માન કરો. અનેકવાર વધારે પ્રાપ્ત કરવાની ઇચ્છા અને કામ પ્રત્યે ઉતાવળ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2