22 નવેમ્બરનું અંક ભવિષ્ય:સોમવારનો દિવસ અંક 9 માટે શુભફળદાયી રહેશે, જાતકોએ શિવલિંગ ઉપર ગુલાબના ફૂલ ચઢાવવા

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7ની અંક 4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર/ મિત્ર યુતિ અને અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

છેલ્લાં થોડા સમયની તુલનામાં માનસિક રૂપથી વધારે મજબૂતી અનુભવ થઇ શકે છે. સોંદર્ય સામગ્રીના વેપારીઓ માટે લાભનો સમય રહેશે

શું કરવુંઃ- પિતૃઓના નામે ભૈરવ મંદિરમાં આર્થિક સહયોગ આપો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

વિદ્યાર્થી વર્ગ માટે પરીક્ષાને લગતા મામલાઓમાં લાભની સ્થિતિ રહી શકે છે. ગૃહિણીઓ વિશેષ ખરીદદારી કરી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને કંકુનું તિલક કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

પિતા સાથે સંબંધ સંભાળો. તમારી મૌલિકતા અને સ્વાભાવિકતા ગુમાવશો નહીં. કરિયરને લગતી મહત્ત્વપૂર્ણ ચિંતા રહી શકે છે.

શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ ખાવી અને દાન કરવી

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

લાંબા સમયથી કોઇ વારસાગત વિવાદ ચાલી રહ્યો હોય તો તેનું સમાધાન તમારા પક્ષમાં આવી શકે છે. પોલીસ અધિકારીઓ માટે સમય પક્ષનો રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીને ચોલા ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

નવો પરિચય બની શકે છે, જે આગળ જઇને લાભકારી રહી શકે છે. રેડીમેડ ગારમેન્ટના વેપારીઓને ઉલ્લેખનીય લાભ મળી શકે છે.

શું કરવુંઃ- કીડીને દાણા નાખો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

પદ-ઉંમરમાં તમારાથી મોટા લોકો સાથે કામ કરવું લાભકારી રહી શકે છે. માથાનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- પાણીમાં ગોળ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

અધિકારી પદ સંભાળતી મહિલાઓને કાર્યાલયમાં વધારે અનુકૂળતા રહેશે. સમાજ કલ્યાણના ક્ષેત્રમાં કાર્ય કરતી ગેર સરકારી સંસ્થાઓ માટે સમય સફળતાકારક રહેશે.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ નવી યોજના ઉપર કામ શરૂ કરી શકો છો. નજીકના લોકોનો સારો સહયોગ મળી શકે છે.

શું કરવુંઃ- પાણીમા જવ રાખીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

અનાજ મંડીના અધિકારીઓ માટે સ્થિતિ અનુકૂળ રહેશે. ખેડૂતોને તેમની ઉપજની સારી કિંમત મળી શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગુલાબના ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ