22 જૂનનું અંક ભવિષ્ય:બુધવારે અંક 6ના જાતકોને લાભ મળી શકે છે, પાણીમાં ગોળ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ-2, 7

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ, અંક 2-7ની અંક 4 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 5ની અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 6ની અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 2-7 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

પિતૃદોષના લોકોએ પ્રોપર્ટી ડીલરોને પ્રોપર્ટીમાં કરેલાં રોકાણમાં ઝટકો લાગી શકે છે. અટવાયેલું ધન પાછું મળી શકે છે. બ્લડ પ્રેશરના દર્દીઓ સજાગ રહે.

શું કરવુંઃ- પિતૃઓના નામથી ભૈરવ મંદિરમાં આર્થિક સહયોગ આપો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

હોટલ-મોટલ-ઢાબાનો વ્યવસાય લાભ આ પીશકે છે. પ્રિન્ટ મીડિયાના સંપાદકોને વધારે અનુકૂળતા રહી શકે છે. માનસિક સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને નાળાછડી ચઢાવો અને તિલક કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

લાંબી દૂરની યાત્રા સુખ અને લાભ આપી શકે છે. કોશિશ કરો કે દરેક વ્યક્તિની વાતને ધ્યાનથી સાંભળી શકાય. રોકાણને લગતી ફેરબદલ કરી શકો છો.

શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ ખાવી અને દાન કરવી.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

કોઈ ખાસ પારિવારિક જવાબદારી નિભાવવી પડી શકે છે. કાર્યાલયમાં તમારું કદ વધી શકે છે. સંતાનના કરિયરને લગતા શુભ સમાચાર મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને ચોલા ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

સંપત્તિ વેચવા કે ખરીદવાને લગતા લાંબા સમયથી અટવાયેલાં સોદા હવે પૂર્ણ થઈ શકે છે. દૂરની કારોબારી યાત્રાની યોજના બની શકે છે.

શું કરવુંઃ- કીડીને દાણા ખવડાવો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

પત્થરના કારોબારીઓને મોટો લાભ મળી શકે છે. આઉટડોર રમતના ખેલાડીઓને કોઇ ખાસ પ્રતિયોગિ માટે સફળતા મળી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં ગોળ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

માતાનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે. નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ઇચ્છો છો તો દિવસ અનુકૂળ છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ઇચ્છા ન હોવા છતાંય કોઈ સાથે વિવાદમાં પડી શકો છો. મોટો સોદો કે લેવડ-દેવડ ન કરશો. ઓફિસમાં પ્રતિકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં જવ રાખીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો પ્રગટાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ખાનદાની રાજનીતિ કરનાર લોકોને ચૂંટણીમાં અનુકૂળતા રહી શકે છે. મોસાળ પક્ષને લઇને ખાસ ધ્યાન આપો. કારોબારમાં ભાગદોડથી બચવું.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગુલાબના ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

અન્ય સમાચારો પણ છે...