22 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:બુધવારે અંક 9ના જાતકો માટે લાભની સ્થિતિ રહેશે, શિવલિંગ ઉપર ગુલાબનું ફૂલ ચઢાવવું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કામમાં ધનની સ્થિતિ પરેશાન કરી શકે છે. લોકોને મનગમતો સહયોગ મળી શકશે નહીં. બ્લડ શુગરના શિકાર લોકોએ બેદરકારી કરવી નહીં.

શું કરવુંઃ- પિતૃઓના નામથી ભૈરવ મંદિરમાં આર્થિક સહયોગ આપો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

બેકરીના માલિકો માટે સમય ઠીક રહેશે. વિશ્વાસુ જગ્યાએથી શોકિંગ સમાચાર મળી શકે છે. માનસિક તણાવ વધારે રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને કંકુનું તિલક કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

અધિકારીની નિરાશા ભોગવવી પડી શકે છે. પિતૃ પક્ષ સાથે તાલમેલ ખરાબ થવા દેશો નહીં.

શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ ખાવી અને દાન કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગ્રેનાઇટ વેપારીઓ માટે સમય રાહતનો રહી શકે છે. રાજનેતાઓ માટે ઉતાવળ હાનિકારક રહી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને ચોલા ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

મલ્ટીનેશનલ કંપનીના અધિકારી વર્ગના કર્મચારીઓ માટે અનુકૂળતા રહી શકે છે. પગમાં દુખાવો થઇ શકે છે.

શું કરવુંઃ- કાગડાને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

પ્રિન્ટ મીડિયાના એડિટરોને વધારે અનુકૂળતા રહેશે. બાળકોના કરિયરને લગતી કોઇ ખાસ વાત શક્ય છે.

શું કરવુંઃ- પાણીમાં ગોળ મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

અનાજના કારોબારીઓ માટે રાહતની સ્થિતિ રહી શકે છે. પોતાની એકાગ્રતા જાળવી રાખો.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની સ્થિતિ બની શકે છે. ઉત્સાહ વધારે શક્ય છે.

શું કરવુંઃ- પાણીમાં જવ રાખીને પીપળમાં ચઢાવો અને દેસી ઘીનો દીવો પ્રગટાવવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ડેરી અને પશુપાલકમાં લાભની સ્થિતિ રહી શકે છે. મહિલા વડીલના પરિવારમાં ખાસ ગતિવિધિ શક્ય છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગુલાબનું ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ