22 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:મંગળવારનો ભાગ્યશાળી અંક 2 રહેશે, અંક 4ના જાતકોએ હનુમાનજીને ચોલા અર્પણ કરવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 8ની અંક 2-9 સાથે મિત્ર યુતિ અને અંક 3 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

માઇક્રો ફાયનાન્સ અને સ્મોલ ફાયનાન્સનું કામ કરતાં લોકોને કામના વિસ્તારનો અવસર મળી શકે છે. શારીરિક સ્વાસ્થ્ય નબળું રહી શકે છે.

શું કરવુંઃ- પિતૃઓના નામે ભૈરવ મંદિરમાં આર્થિક સહયોગ આપો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-2

સ્ટિલ ફોટોગ્રાફરને કામના મોટા ઓર્ડર મળી શકે છે. તેના માટે દૂરની યાત્રા થઇ શકે છે. પરિવારજનો માટે ખાસ ખરીદદારી થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને રોગી/કંકુનું તિલક કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-3

બ્લડ પ્રેશરના દર્દીઓએ ખાસ સાવધાની રાખવી. પરિવાર સાથે વધારેમાં વધારે સમય પસાર કરવાની કોશિશ કરો.

શું કરવુંઃ- પીળી રસદાર મીઠાઈ ખાવી કે દાન કરવી.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

લાંબા શરીરવાળા રાજનેતાઓ માટે દિવસ શુભ રહેશે, હાઈ કમાનની નજરમાં આવી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને ચોલા ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-5

સેમી આઉટડોર રમતના ખેલાડીઓને સન્માન મળી શકે છે. તેમને વિદેશમાં કોઇ મોટા ટૂર્નામેન્ટમાં સારી સફળતા મળી શકે છે.

શું કરવુંઃ- કીડીને ભોજન આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

કોઇપણ વિષય અંગે અંતિમ નિર્ણયે પહોંચતાં પહેલાં તેના અંગે પૂર્ણ વિચાર કરી લો. તમારા અધિકારીઓના કારણે આજે તમે મુશ્કેલીમાં પડી શકો છો.

શું કરવુંઃ- પાણીમાં ગોળ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7

આંખને લગતી સમસ્યા રહેશે. જે તમારું છે તેને તમારી પાસેથી કોઇ લઇ શકશે નહીં, એટલે આવેગમાં આવશો નહીં.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડાંમાં કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8

મોટિવેશનલ સ્પીકરોને માન-સન્માન કે પુરસ્કારના વિશેષ અવસર મળી શકે છે. પાર્ટનરશિપમાં કરેલું કામ લાભદાયી રહેશે.

શું કરવુંઃ- પાણીમાં જવ રાખીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો પ્રગટાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

પ્રશાસનિક અધિકારીઓને વધારે અનુકૂળતા રહેશે. પ્રમોશન બાકી હશે તો આ મામલે ઉલ્લેખનીય પ્રગતિ થઇ શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગુલાબના ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ