21 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:બુધવારનો દિવસ અંક 3ના જાતકો માટે શુભ રહેશે, આત્મવિશ્વાસ અને સ્ફૂર્તિથી નફો મેળવી શકાશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 21 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજે તમારું સારું પ્રદર્શન અન્ય લોકોને પ્રભાવિત કરશે. તમારા નિયમિત કામથી અલગ કઇંક કરવાની કોશિશ કરશો તો સફળ રહેશો. કારોબારીઓ માટે દિવસ નિરાશ કરનારો રહી શકે છે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજે પારિવારિક જીવનમાં અસ્થિરતા રહી શકે છે. આજે માતા-પિતા સાથે થોડો વિવાદ થઈ શકે છે. પ્રેમ સંબંધ માટે સમય શુભ છે. નોકરિયાત જાતકો આકરી મહેનત કરવાથી પોતાના વડીલોને સંતુષ્ટ કરી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આજે તમારામાંથી થોડા લોકો માટે આર્થિક તથા વ્યાવસાયિક રીતે લાભદાયી યાત્રા શક્ય છે. તમારા માટે આ સુખદ અનુભવ રહી શકે છે. આત્મવિશ્વાસ તથા સ્ફૂર્તિથી પરિપૂર્ણ તમે નફો કમાઈ શકશો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- તમારે વિવિધ સ્તરો ઉપર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમે શંકાની સ્થિતિમાં રહેશો અને આ સ્થિતિ તમને સમયે કામ પૂર્ણ કરવા માટે અટકાવી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- હાડકા અને કિડનીને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન થઈ રહેલાં જાતકો માટે આ સમય મુશ્કેલ રહી શકે છે. વડીલ નાગરિકોએ કોઈપણ પ્રકારની ભાવનાત્મક ભાગીદારી અને લાંબી યાત્રાથી બચવું જોઈએ.

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- તમારી સંચારક્ષમતા આજે ઉચ્ચ સ્તરે રહી શકે છે. કોઈપણ નવા ઉદ્યોગ માટે આજે સમય સારો રહેશે. આજે તમે મોટાભાગના કાર્યો સફળતા સાથે પૂર્ણ કરી શકશો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- તમે તમારા સંપર્કોના કારણે વ્યાપારિક તથા વ્યાવસાયિક સંદર્ભમાં આજે મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. તમે તમારી કોશિશમાં ચારેય બાજુ સફળતા પ્રાપ્ત કરશો અને તમારી શક્તિઓ વધશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- તમે બધી ગતિવિધિઓમાં ચમકશો અને તેના હેઠળ કામ કરવા માટે ભાગ્ય તમારું સમર્થન આપશે. નોકરિયાત જાતકો માટે કોઈ ખાસ કામ સફળતા પ્રદાન કરી શકે છે.

શુભ રંગઃ- બદામી

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- વડીલ હોવાના કારણે તમે તમારા મનની વાત પરિવારના સભ્યોને કહી શકશો. આ વખતે પોતાની વિચારસરણીથી તમે તેમની મદદ કરી શકશો. તમારે તમારા લક્ષ્ય અને મહત્ત્વકાંક્ષાઓની પ્રાપ્તિ માટે ગતિશીલ રહેવું જોઈએ.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

અન્ય સમાચારો પણ છે...