20 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:બુધવારનો ભાગ્ય અંક 8 રહેશે, આ અંકના જાતકોએ સુંદરકાંડ અનં મંગલાચરણનો પાઠ કરવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ અને અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 8 સાથે અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કાગળ ઉદ્યોગના માલિકો માટે સમય લાભકારી રહેશે. ટૂરિસ્ટ ગાઇડને વધારે અનુકૂળતા રહેશે. અસમંજસની સ્થિતિ દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

પાર્ટનરશિપનું કામ કરી રહેલાં લોકોને સારો અવસર મળી શકે છે. મહિલાના નામે કામ કરી રહેલાં લોકોને આર્થિક લાભ થઇ શકે છે.

શું કરવુંઃ- શનિદેવને લોખંડના વાસણમાં કાળા તલના તેલમાં દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

રાજકારણ સાથે જોડાયેલી મહિલા અધિકારીઓનું પહેલેથી ટ્રાન્સફર માટે આપેલી અરજી પાસ થઇ શકે છે. પગનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- પરિવારની મહિલાઓને રસદાર મીઠાઈ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

સાસરિયા પક્ષથી લાભ મળી શકે છે. મામા કે માસી અથવા તેમના પરિવારના કોઇ સભ્ય સાથે કામ કરી રહ્યા છો તો લાભકારી સ્થિતિ બની શકે છે.

શું કરવુંઃ- બૃહસ્પતિ મંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ખેડૂતોને પાકની સારી કિંમત મળવાથી મુશ્કેલી થઇ શકે છે. તમારી ઇચ્છાઓ સાથે સમજોતો કરવો પડી શકે છે. શ્વાસને લગતી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- કીડીને ભોજન કરાવો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

કોઇ ખાસ મિત્ર કે પરિચિત સાથે મળવાનું થઇ શકે છે. આજે બનેલો પરિચય તમારા જીવનમાં આગળ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.

શું કરવુંઃ- તુલસીના છોડમાં જળ ચઢાવીને તેની માટીનું તિલક કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

અભિનેત્રીઓને સારો અવસર મળી શકે છે. સ્ત્રી અંકના લેખકો માટે સારો અવસર રહેશે.

શું કરવુંઃ- પિતૃઓને પારંપરિક ભોગ ધરાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

મહિલા આર.ટી.ઓ. અધિકારીઓને વધારે અનુકૂળતા રહેશે. કરિયર માટે પરિવારથી દૂર જવું પડી શકે છે.

શું કરવુંઃ- સુંદરકાંડ અને મંગલાચરણનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

જીવનસાથીનો વ્યવહાર તણાવભર્યો રહેશે. રિસેપ્શનિસ્ટો માટે કરિયરમાં સ્થાન પરિવર્તનના યોગ છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર અને સરસિયાના તેલનો દીવો કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી