20 નવેમ્બરનું અંક ભવિષ્ય:રવિવારે અંક 5ના જાતકો માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે, આ લોકોએ આજે સફેદ વસ્તુનું દાન કરવું

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 20 નવેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. કોઈ ખાસનો સહયોગ મળવાથી તમે ભાવનાત્મક રીતે ખૂબ જ મજબૂત અનુભવ કરશો. યુવાઓ પોતાની મહેનત અને યોગ્યતાથી લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશે. કાર્યક્ષેત્રમાં વર્તમાન સ્થિતિ યથાવત રહેશે.

શું કરવુંઃ- ગુરુજન કે વડીલ લોકોના આશીર્વાદ લો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- ફોન કે ઈમેલ દ્વારા તમને કોઈ ખાસ જાણકારી મળશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમે તમારી પ્રતિભા અને ક્ષમતાથી દરેક પડકારનો સ્વીકાર કરશો. મહિલાઓ પોતાના કર્તવ્ય પ્રત્યે જાગરૂત થશે.

શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો

શુભ રંગઃ- બદામી

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- સમય મિશ્રિત રહેશે. અન્ય લોકો પાસેથી અપેક્ષા કરવાની જગ્યાએ જો તમે પોતાના કાર્યોને પૂર્ણ કરશો તો તમારા માટે વધારે સારું રહેશે. ઘરમાં લગ્ન યોગ્ય સભ્ય માટે સંબંધની વાત આગળ વધી શકે છે.

શું કરવુંઃ- શિવ ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- જો કોઈ તણાવ ચાલી રહ્યો છે તો વાતચીતના માધ્યમથી ચાલી રહેલાં અનેક વિવાદને ઉકેલી શકાય છે. કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના પણ મળી શકે છે. પારિવારિક વ્યવસ્થાને ઠીક રાખવામાં તમે સફળ થઈ શકો છો.

શું કરવુંઃ- માતા સરસ્વતીની પૂજા કરો

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- વર્તમાન ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ રહેશે. તમે તમારી અંદર ગજબની શાંતિ અને ઊર્જા અનુભવ કરી શકો છો. કોઈની ખોટી સલાહ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

શું કરવુંઃ- સફેદ વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- આસમાની

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- તમે તમારી દિનચર્યામાં જે ફેરફાર કર્યા છે, તેનાથી તમને ખૂબ જ પોઝિટિવ અનુભવ કરશો. કોઈની પરેશાનીમાં દખલ કરશો નહીં. કોઈ પાસેથી રૂપિયા ઉધાર લેશો નહીં. આ સમયે વધારે પરેશાન થવું પણ યોગ્ય નથી.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર દૂધ ચઢાવવું

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- નાણાંકીય સમસ્યા દૂર થવાથી તણાવ દૂર થશે અને જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ પણ રહેશે. અચાનક કોઈ એવા વ્યક્તિ સાથે સંપર્ક થશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો નહીં.

શું કરવુંઃ- માતા-પિતાના આશીર્વાદ લો

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજે પરિવાર ભવિષ્ય સાથે જોડાયેલી કોઈ યોજના ઉપર કામ કરશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ભાગદોડથી તમને રાહત મળી શકે છે. ઘરના વડીલોના અનુભવ અને સલાહ ઉપર કામ કરો. પારિવારિક વ્યક્તિગત ખરીદી કરતી સમયે પોતાના બજેટનું ધ્યાન રાખો.

શું કરવુંઃ- ગૌ માતાને લીલું ઘાસ ખવડાવો

શુભ રંગઃ- ક્રીમ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- કોઈ અનુભવી અને ધાર્મિક કાર્ય કરનાર વ્યક્તિ સાથે મુલાકાત પણ તમારી માનસિકતામાં પોઝિટિવ ફેરફાર કરી શકે છે. છેલ્લાં થોડા સમયથી જે કામ કરવાની કોશિશ કરી રહ્યા હતાં, તેનું સારું પરિણામ મળી શકે છે.

શું કરવુંઃ- માતા લક્ષ્મીની પૂજા કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2