તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

20 ફેબ્રુઆરીનું અંક ભવિષ્ય:શનિવારે અંક 2ના જાતકોએ ઓફિસમાં સાવધાની જાળવવી, શનિદેવને લોખંડના વાસણમાં કાળા તલના તેલનો દીવો પ્રગટાવવો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 8ની અંક 2-9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

અટવાયેલું કોઇ ખાસ કામ કોઇ નજીકના પરિચિતના સહયોગથી પૂર્ણ થઇ શકે છે. ડિવોર્સનો કેસ ચાલી રહ્યો હોય તો મામલો અનુકૂળ રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

જો તમે પુરૂષ છો અને તમારી અધિકારી મહિલા છે તો ઓફિસમાં ખાસ સાવધાની જાળવવી. જવાબદારીના કાગળિયાઓ ઉપર સહી કરતાં પહેલાં તેના અંગે યોગ્ય અભ્યાસ કરી લેવો.

શું કરવુંઃ- શનિદેવને લોખંડના વાસણમાં કાળા તલના તેલનો દીવો કરો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

નવું રોકાણ કરવા માગો છો તો આઈ.ટી. ક્ષેત્રમાં કરી શકો છો. ઘરે રહેતી મહિલાઓ માટે દિવસ આનંદદાયી રહી શકે છે. તણાવ ઓછો થઇ શકે છે.

શું કરવુંઃ- પરિવારની મહિલાને રસદાર મીઠાઈ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

કુંવારા લોકોને લગ્નના મામલે અનુકૂળતા રહેશે. પાતળા અને લાંબા ચહેરાવાળા લોકોને સારી તક મળી શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે.

શું કરવુંઃ- ગુરુ મંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ચુંટણીનો મામલો પક્ષમાં આવી શકે છે. જમીનને લગતો સોદો લાભ આપી શકે છે.

શું કરવુંઃ- કીડીઓને ભોજન આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

નોકરીને લગતો ઇન્ટરવ્યુ આપ્યો છે તો પરિણામ સુખકારી રહી શકે છે. લોકોને પોતાની વાત સમજાવવામાં સરળતા રહી શકે છે.

શું કરવુંઃ- તુલસીના છોડમાં પાણી નાખીને તેની માટીનું તિલક કપાળ ઉપર ઊભું કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

પરિવારમાં વિશેષ આયોજન થઇ શકે છે. કોઇ સામાજિક કાર્યક્રમમાં ભાગીદારી કરી શકે છે. અંગત સંબંધ અનુકૂળ રહી શકે છે.

શું કરવુંઃ- પિતૃઓને પારંપરિક ભોગ ધરાવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

જીવનસાથીનો વ્યવહાર સહયોગકારી રહી શકે છે. શ્વાસને લગતી સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- સુંદરકાંડના મંગળાચરણનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

સમય મિશ્રિત છે, એટલે વધારે ભાગદોડ ન કરો. યાત્રા કરતી સમયે સાવધાની જાળવો. કોઇની મદદ કરતાં પહેલાં તે વ્યક્તિને યોગ્ય રીતે પારખી લો.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર ચઢાવો અને સરસિયાના તેલનો દીવો કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો