20 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:સોમવારનો ભાગ્ય અંક 1 રહેશે, અંક 2ના જાતકો માટે દિવસ કૃપાળુ રહી શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક 8ની અંક 2 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

બેદરકારીથી કામ ખરાબ થઇ શકે તેનો ખતરો રહી શકે છે. આળસ વધારે રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ઓનલાઇન કામ કરનાર લોકો માટે વ્યસ્તતા વધારે રહી શકે છે. ગારમેન્ટ ડિઝાઇનરો માટે સમય કૃપાળુ રહી શકે છે. આંખને વધારે દબાણ આપશો નહીં.

શું કરવુંઃ- શનિદેવને લોખંડના વાસણમાં કાળા તલના તેલથી જ્યોત પ્રગટાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

જે જેવું ચાલી રહ્યું છે, તે ચાલવા દેવું. નજીકના સંબંધો ઉપર નજર રહી શકે છે. મનને નિયંત્રણમાં રાખો.

શું કરવુંઃ- પરિવારની મહિલાને રસદાર મીઠાઈ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

આર્કિટેક્ટો માટે અનુકૂળતા રહી શકે છે. હાર્ટ સર્જનોને વધારે ભાગદોડ રહી શકે છે. માંસપેશીઓમાં દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- બૃહસ્પતિ મંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

મહિલા ડોક્ટરો માટે વધારે અનુકૂળતા રહી શકે છે. મેડિકલ ઇલાજ કરાવનાર લોકોને રજા મળી શકે છે.

શું કરવુંઃ- કીડાઓને ભોજન આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ડિઝાઇનરોને નવા સર્જનની તક મળી શકે છે. ગૃહિણિઓ માટે આનંદનો અવસર મલી શકે છે.

શું કરવુંઃ- તુલસીજીના છોડમાં જળ ચઢાવીને તેની માટીનું લલાટ ઉપર ઊભું તિલક કરવું.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

નોન ફિલ્ડ પોસ્ટિંગ મહિલા અધિકારીઓ તણાવમાં રહી શકે છે. જીવનસાથીનો વ્યવહાર થોડો અલગ રહી શકે છે. માનસિક તણાવ રહી શકે છે.

શું કરવુંઃ- પિતૃઓને પારિવારિક ભોગ ધરાવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

બાળકોના પક્ષને લગતી વિશેષ વાત શક્ય છે. મોસાળ પક્ષથી કોઇ ખાસ સંદેશ મળી શકે છે. વાસી ભોજન કરવું નહીં.

શું કરવુંઃ- સુંદરકાંડના મંગળાચરણનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ખાદ્ય પદાર્થોના વેપારીઓ માટે ભાગદોડ વધારે રહી શકે છે. ખેડૂતોને પાકની યોગ્ય કિંમત મેળવવામાં મુશ્કેલી આવી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર ચઢાવો અને સરસિયાના તેલનો દીવો કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી