ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 2 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ-1, 4 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3
આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 2ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.
અંકઃ-1
પિતાના સ્વાસ્થ્ય તરફ વિશેષ ધ્યાન આપો. મોટા ભાઈ સાથે કારોબાર કરી રહ્યા છો તો સાવધાન રહો, તણાવ લેશો નહીં. વારસાગત સંપત્તિમાં તમારા ભાગ માટે લડશો નહીં.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને સિંદૂર ચઢાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-2
મહિલા સારી સંસ્થામાં એડમિશન લેવા માંગે છે તો સફળતા મળી શકે છે. ઇન્ટરવ્યુ બાકી છે તો તેના માટે બોલાવવામં આવી શકે છે. મહિલા સહકર્મીનો વિશેષ સહયોગ મળી શકે છે.
શું કરવુંઃ- શનિદેવને લોખંડના વાસણમાં કાળા તલના તેલથી જ્યોત કરો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-3
વિચારેલી યોજનાને તે સ્વરૂપમાં લાગૂ ન કરી શકવાની સ્થિતિ બની શકે છે. માંસપેશીઓને લગતું સ્વાસ્થ્ય દુઃખી કરી શકે છે. નક્કી કરેલાં મામલે રૂપિયા ખર્ચ થવાથી ધનને લગતી સમસ્યા ઊભી થઇ શકે છે.
શું કરવુંઃ- પરિવારની મહિલાને રસદાર મીઠાઇ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-4
મહિલા સારી સંસ્થામાં એડમિશન લેવા માંગે છે તો સફળતા મળી શકે છે. ઇન્ટરવ્યુ બાકી છે તો તેના માટે બોલાવવામં આવી શકે છે. મહિલા સહકર્મીનો વિશેષ સહયોગ મળી શકે છે.
શું કરવુંઃ- ગુરુ મંત્રનો જાપ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-5
મહિલા રાજનેતાઓને વધારે અનુકૂળતા રહેશે. કોપોરેટ સેક્ટરમાં કામ કરી રહેલી મહિલા એન્જીનિયરોને લાભ થઇ શકે છે.
શું કરવુંઃ- કીડીને ભોજન આપો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-6
સલાહકારનું પ્રોફેશન કરનાર લોકોને વધારે અનુકૂળતા રહેશે. તમારી વાતથી લગભગ બધા જ સહમત થઇ જશે.
શું કરવુંઃ- તુલસીના છોડમાં જળ ચઢાવીને તેની માટીનું તિલક કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-7
દીકરીના કરિયર અંગે ખાસ વાત થઇ શકે છે. પિતૃદોષ ધરાવતી ડ્રેસ ડિઝાઇનરોને કામમાં વિઘ્ન દુઃખી કરી શકે છે.
શું કરવુંઃ- પિતૃઓને પારંપરિક ભોગ ધરાવો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-8
બોસના વ્યવહારથી પરેશાની થઇ શકે છે. પગના હાડકાને લગતી સમસ્યા રહેશે. કોઇપણ વાત ઉપર આવેશમાં આવીને પ્રતિક્રિયા ન જાહેર કરો.
શું કરવુંઃ- સુંદરકાંડના મંગલાચરણનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-9
દવાનું વેચાણ કરતા લોકોની સમસ્યા વધી શકે છે. જો ડોક્ટર ઓપરેશન કરાવવાનું કહી રહ્યા છે તો આ અંગે આજે કોઇ નિર્ણય લેશો નહીં.
શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર ચઢાવો અને સરસિયાના તેલથી દીવો પ્રગટાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.