શુક્રવાર, 2 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ગણેશજી કહે છે કે- આજે ભાગ્ય તમારી સાથે છે, પરિવાર તરફથી પ્રસન્નતાની પરિસ્થિતિ બની શકે છે. તમે કોઈ એવા કાર્યને અંજામ આપી શકો છો, જેનાથી તમારા પરિવારનું નામ રોશન થશે.
શું કરવુંઃ- માતા-પિતાના આશીર્વાદ લો
શુભ રંગઃ- જાંબુડિયો
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ગણેશજી કહે છે કે- આજે નોકરીમાં સારી માન-પ્રતિષ્ઠા સાથે સફળતા મળશે. પ્રમોશન કે તેને લગતી વાતચીત થઈ શકે છે. પુત્ર સંતાન દ્વારા સારું કામ આજે થઈ શકે છે.
શું કરવુંઃ- ગૌ માતાને લીલું ઘાસ ખવડાવો
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 6
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ગણેશજી કહે છે કે- આજે વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે. કોઈને ઉધાર આપવાથી બચવું. વેપાર તથા ધન માટે આજનો દિવસ મિશ્રિત રહેશે.
શું કરવુંઃ- માતા લક્ષ્મીની પૂજા કરો
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 3
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ગણેશજી કહે છે કે- આજે તમારી પ્રતિભાથી તમારું ભાગ્ય જાગૃત થશે તથા તમને બધા કાર્યોમાં સફળતા મળશે. પ્રેમ સંબંધોમાં સેવદનશીલતા જોવા મળશે
શું કરવુંઃ- ગુરુજન કે વડીલ લોકોનો આશીર્વાદ લો
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 4
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
ગણેશજી કહે છે કે- ઘણાં લોકો સાથે આજે વાર્તાલાપ થશે, મધુર સંબંધ બનશે. કાર્યક્ષેત્રમાં પરેશાનીઓ મળવી શક્ય છે. આજે તમારો સારા લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે.
શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવો
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 8
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ગણેશજી કહે છે કે- આજે ભાગ્ય તમને સાથ આપશે. માનસિક સુસ્તી આજે તમારી દૂર થશે અને તમને દરેક તરફથી શુભ સમાચારની પ્રાપ્તિ થશે.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર દૂધ ચઢાવો
શુભ રંગઃ- મરૂન
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
ગણેશજી કહે છે કે- આજે ચતુરાઈ બતાવશો તો કામમાં સફળતા મળશે. વધુ પડતો ગુસ્સો મુશ્કેલીમાં વધારો કરશે. સંતાનોની મદદ ખુશીમાં વધારો કરશે. ભગવાનનું ધ્યાન કરવાથી તમને માનસિક શાંતિ મળશે.
શું કરવુંઃ- ગણેશજીને મોદકનો ભોગ ચઢાવો
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ગણેશજી કહે છે કે- આજે વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. પરિવાર કે પ્રિયજનો સાથે સારો સમય પસાર થશે. આજે તમને માંગલિક કાર્યમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળશે, જેના કારણે તમને તમારા સંબંધીઓ અને મિત્રોને મળવાની તક પણ મળશે.
શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 9
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ગણેશજી કહે છે કે- આજે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. વિચારીને આયોજન થવાનું છે, તેથી કાર્યમાં સફળતા મળશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મિત્રો સાથે સારો સમય પસાર થશે.
શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો
શુભ રંગઃ- મરૂન
શુભ અંકઃ- 3
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.