19 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:સોમવારનો દિવસ અંક 2ના જાતકો માટે ભાગ્યશાળી રહેશે, આ લોકોએ આજે ભગવાન ગણેશજીની આરાધના કરવી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 19 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજે તમારા માટે ખૂબ જ શુભ દિવસ છે. તમે તમારી ઇચ્છાઓને પૂર્ણ કરી શકશો. આજે તમને અનુકૂળ અને લાભદાયી પરિણામ પ્રાપ્ત થશે. કોઈ મિત્ર કે સાથીના માધ્યમથી આવકના સ્ત્રોત મળી શકે છે.

શું કરવુંઃ- ભગવાન ગણેશજીની આરાધના કરો

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજે તમે ભાગ્યશાળી છો. નવી પરિયોજનાઓને શરૂ કરવી અથવા કોઈ નવો વેપાર શરૂ કરવા માટે સમય સારો છે. કોઈપણ વ્યાપારિક સમસ્યાનો ઉકેલ કરવા માટે વિચાર કરો અને નિષ્ણાતોની સલાહ લો.

શું કરવુંઃ- ભગવાન ગણેશજીની આરાધના કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- તમારી કિસ્મત ચમકી રહી છે. આ સમય પોતાને સાબિત કરવાનો અને પોતાની મહેનતના ફળનો આનંદ ઉઠાવવાનો છે. એક ક્રિયાશીલ અને સફળ દિવસ તમારી રાહ જોઈ રહ્યો છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર જળ ચઢાવવું

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજના દિવસે તમારી કિસ્મતનું ભાગ્ય ફળ સારું છે. આજે કોઇ કષ્ટ, પીડા કે કોઈ અન્ય ખરાબ પરિણામની શક્યતા નથી. તમે તમારા ઉત્સાહને કુશળતાપૂર્વક પોતાના કાર્યને સંભાળાવમાં સક્ષમ રહેશો.

શું કરવુંઃ- સૂર્ય દેવતાને જળ અર્પણ કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજે તમે પોઝિટિવિ અને રચનાત્મક અનુભવ કરશો. આર્થિક સ્થિતિ સુધરશે સાથે જ ખર્ચ પણ વધારે થશે. આજે તમારે તમારા વેપારને વધારવા માટે જ્ઞાનનો ઉપયોગ કરવો.

શું કરવુંઃ- યોગ-પ્રાણાયમનો અભ્યાસ કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ સફળતાપૂર્ણ રહેશે. આજનો દિવસ તમારા બધા જ કાર્યોને પૂર્ણ કરવા માટે ઉત્તમ છે. કાર્યક્ષેત્ર ઉપર ધ્યાન રાખો કે સહયોગી અને કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ થાય નહીં.

શું કરવુંઃ- જરૂરિયાતમંદ લોકોની મદદ કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- રૂપિયાના મામલે જો તમને કોઈની મદદની જરૂરિયાત છે તો આજે તે સરળતાથી મળી જશે. રાજનીતિના ક્ષેત્ર સાથે સંબંધ રાખનાર વ્યક્તિ ચર્ચામાં રહેશે. તમારા વડીલ અધિકારી તમારી ક્ષમતાથી પ્રભાવિત થશે.

શું કરવુંઃ- ગણેશજીની પૂજા-આરાધના કરો

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજે કોઈ સારા સમાચારથી તમારો દિવસ સારો પસાર થશે. પરિસ્થિતિઓ મુશ્કેલ હોઈ શકે છે. ગેરસમજ થવાની શક્યતા છે. પોતાની કોશિશમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમારી આકરી મહેનત કરવી પડશે.

શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ બધા પ્રકારની ગતિવિધિઓ-વ્યક્તિગત તથા વ્યાવસાયિક માટે શુભ અને આશાજનક છે. વેપારમાં માર્કેટિંગને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપો.

શું કરવુંઃ- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

અન્ય સમાચારો પણ છે...