19 નવેમ્બરનું અંક ભવિષ્ય:શુક્રવારનો ભાગ્ય અંક 8 રહેશે, આ દિવસે અંક 4ના જાતકોએ લોટના હલવાનું દાન કરવું

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ અને અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 8ની અંક 2 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

મનોવાંછિત ફળ હવે મળી શકે છે. પોતાના સુખમાં અન્યને પણ સામેલ કરી લો. રૂપિયા ખોટા ખર્ચ કરવાથી બચવું.

શું કરવુંઃ- શનિમંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

છેલ્લું રોકાણ લાભ આપી શકે છે. ઓટો ગેરેજવાળા લોકો માટે અનુકૂળતા રહી શકે છે. નવી ગાડી લઇ શકો છો.

શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

અંગત જીવન સુખકારી રહી શકે છે. આઈ.ટી એન્જીનિયરો માટે સમય લાભકારી સિદ્ધ થઇ શકે છે. તમારી આસપાસની નાની-નાની દેખાતી વાતો ઉપર ખાસ ધ્યાન આપો.

શું કરવુંઃ- વાનરને કેળા આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

જો સંતાન તમારાથી દૂર રહે છે તો આ ચિંતા તેને લઇને રહી શકે છે. જો દીકરાના લગ્નજીવનમાં સમસ્યા ચાલી રહી છે તો તે વધી શકે છે.

શું કરવુંઃ- લોટના હલવાનું દાન કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો બદલી શકો છો. કામમાં નવો સ્ટાફ લેવા માગો છો તો તેને નક્કી ભલે કરી લો, પરંતુ શરૂ આજથી ન કરો.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપીને દેસી ઘીનો દીવો પ્રગટાવવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

સાહસ અને મૂર્ખતામાં જરૂરી અંતરને સમજી લો અને બિનજરૂરી ખતરો ન લો. પિતા સાથે સંબંધમાં તણાવથી બચવું. પગમાં ઈજા મામલે સાવધાની જાળવવી.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કોઇ મિત્ર કે મિત્ર સમાન વ્યક્તિનો સારો સહયોગ કામ કરવામાં મદદ કરી શકે છે. સેટેલાઇટ ચેનલોના એન્કરોને સફળતા મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવીને હનુમાન બાહુકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કોઇ મોટું કામ કરવા ઇચ્છો છો તો તેના ઉપર આજે કામ શરૂ ન કરો. સરકારી સપ્લાઈના લોકો માટે સમય સાવધાન રહેવાનો છે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

કોઇ પારિવારિક સમસ્યાનું સમાધાન મળી શકે છે. કોઇ નજીકની મહિલાના કારણે પરેશાની ઉઠાવવી પડી શકે છે.

શું કરવુંઃ- રૂદ્રાષ્ટકનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ