19 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:રવિવારનો ભાગ્ય અંક 9 રહેશે, આ અંકના જાતકો માટે સમય અનુકૂળ નથી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ. અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

જનસંપર્ક સેવા કરનાર લોકો માટે સારો અવસર રહી શકે છે, પરંતુ પરીક્ષા સાથે. કલાકારો માટે પ્રદર્શનનો સંયોગ બની શકે છે.

શું કરવુંઃ- શનિમંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

મોટા પરિવારની મહિલાઓએ વધારે આપાધાપીનો સામનો કરવો પડી શકે છે. પાંસળીઓનો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

વિભાગીય તપાસનો સામનો કરી રહેલાં અધિકારીઓને રાહત મળી શકે છે. માથાનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- વાનરોને કેળા આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

આઈ.એ.એસને કરિયરના મામલે લાભની સ્થિતિ બની શકે છે. પ્રિંટિંગ મશીનના માલિકો માટે રાહતનો સમય હાલ દૂર છે.

શું કરવુંઃ- લોટના હલવાનું દાન કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ઓનલાઇન અભ્યાસ કરનાર લોકો માટે વ્યસ્તતા વધારે રહી શકે છે. વિચારેલાં કામમાં વિઘ્ન ઊભું થઇ શકે છે.

શું કરવુંઃ- સૂર્યગેવને અર્ઘ્ય આપીને દેસી ઘીનો દીવો પ્રગટાવવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

સરકારી અધિકારીઓને કામને લઇને પ્રતિકૂળતાનો સામનો કરવો પડી શકે છે. મોટા ભાઇ સાથે સંબંધ સાચવવા

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ડોક્ટરોએ સાવધાન રહીને કામ કરવું પડશે. ફિલ્ડમાં કામ કરનાર લોકો માટે વિઘ્ન ઊભા થઇ શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવીને હનુમાન બાહુકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

સામાજિક ક્ષેત્રમાં કામ કરનાર લોકો એન.જી.ઓના લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બ્લડ શુગરના શિકાર લોકોએ ખાસ સાવધાની જાળવવી.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પોલીસ સેવાના અધિકારીઓ માટે ખાસ ભાગદોડનો સમય રહેશે. ખાનદાની રાજનેતાઓ માટે સમય અનુકૂળ નથી.

શું કરવુંઃ- રૂદ્રાષ્ટકનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ