19 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:શનિવારે અંક 7ના જાતકોએ હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવીને હનુમાન બાહુકનો પાઠ કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 8ની અંક 1 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 3 સાથે પરસ્પર મિત્ર યુતિ.

અંકઃ-1

બાળક પક્ષને લગતી ચિંતા રહી શકે છે. નજીકના પુરૂષ મિત્રો સાથે તણાવથી બચવું. ભારે શરીરવાળા વેપારીઓએ આજે જોખમ લેવું નહીં.

શું કરવુંઃ- શનિમંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

પ્રોફેશનલ વક્તાઓને સારો અવસર મળી શકે છે. યાત્રા લાભકારી રહી શકે છે. જેટલી દૂરની યાત્રા થશે, લાભ પણ તેટલો જ વધારે મળશે.

શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

સી. એ. અને સી. એસને વધારે અનુકૂળતા રહેશે. ઘરમાં સજાવટ કે રિનોવેશન માટે ખર્ચ કરવો પડી શકે છે.

શું કરવુંઃ- વાનરોને કેળા આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

કમરનો દુખાવો પરેશાન કરી શકે છે. પ્રમોશનનો મામલો અટવાયેલો છે તો ઉલ્લેખનીય પ્રગતિ થઇ શકે છે.

શું કરવુંઃ- લોટના હલવાનું દાન કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

અસમંજસની સ્થિતિ રહી શકે છે. કોઇ ખાસ નિર્ણય કરવા માટે વિશ્વસનીય વ્યક્તિની સલાહ લો. કોઇ નજીકના પરિજનનું સ્વાસ્થ્ય પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપીને દેસી ઘીનો દીવો પ્રગટાવવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

સમય જેટલો પક્ષનો છે, તેટલો જ વિરોધનો પણ છે. એટલે સાવધાન રહેવું. જોખમ લેશો નહીં. ખાસ કરીને કરિયરના મામલે. જોબ માટે ઇન્ટરવ્યુ આપવા માગો છો તો આજે આપશો નહીં.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

કોઇ ખાસ પારિવારિક આયોજનમાં વ્યસ્ત રહેવું પડી શકે છે. કોઇ નજીકના મિત્ર માટે ભાગદોડ કે વિશેષ કોશિશ કરવી પડી શકે છે. ગેસની સમસ્યા છે તો તેને લઇને સાવધાન રહો.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવીને હનુમાન બાહુકનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

દૂરની યાત્રા તરત પરિણામ આપી શકશે નહીં. વીઝા કે પાસપોર્ટ બનાવવાના મામલે સફળતા મળી શકે છે. જીવનસાથીનો વ્યવહાર સારો રહી શકે છે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

સ્ટેશનરીના કારોબારીઓ અને પ્રકાશકોને વધારે અનુકૂળતા રહેશે. મહિલાઓને શિક્ષકની જોબના મામલે લાભ મળી શકે છે.

શું કરવુંઃ- રૂદ્રાષ્ટકનો પાઠ કરવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ