18 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:રવિવારે અંક 1ના જાતકોએ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, આ લોકોને આજે ધનલાભ થઈ શકે છે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 18 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- દિવસની શરૂઆત આજે સુખમય થશે. પરિવારના લોકો સાથે સારો સમય વિતશે. નોકરીમાં સારો ધનલાભ થશે, પ્રમોશન થવાના સંકેત મળી શકે છે.

શું કરવુંઃ- જરૂરિયાતમંદ લોકોની મદદ કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજે તમારો આખો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેશે. પરિવારના લોકો સાથે તમે સારો સમય પસાર કરશો. કામકાજમાં તમને સારો ધનલાભ થશે. આજે આર્થિક પક્ષ તમારો મજબૂત રહેશે.

શું કરવુંઃ- ગણેશજીની પૂજા-આરાધના કરો

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ તમને કાર્યક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થશે, તમારું ધન યોગ્ય કાર્યોમાં ખર્ચ થશે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારું પ્રદર્શન કરશે પરંતુ મનમાં ભય રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળવાનો છે. નોકરીમાં પ્રમોશન થવાની શક્યતા છે તથા કાર્યક્ષેત્રમાં લાભની સ્થિતિ બનશે. ઘર-પરિવારમાં કોઈ પ્રકારનું શુભ આયોજન થશે.

શું કરવુંઃ- પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવવો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, જેના કારણે તમે તમારો આખો દિવસ બેચેનીમાં પસાર કરશો. કામકાજમાં કોઈ પાસેથી તમને લાભની પ્રાપ્તિ થઈ શકે છે.

શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ તમને ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે. વેપાર-વ્યવસાય માટે આજનો દિવસ સારો રહેશે. આજે વેપારી વર્ગ ખાસ ફળ પ્રાપ્ત કરી લેશે, જેનાથી ધનલાભના યોગ બનશે.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજે તમે બેચેની અનુભવ કરશો, તમારું ખરાબ સ્વાસ્થ્ય તમારી બેચેનીનું કારણ હશે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે નહીં. નોકરી કરનાર લોકો નોકરીમાં આવનાર વિઘ્નોથી પરેશાન રહેશે.

શું કરવુંઃ- ગુરુજન કે વડીલ લોકોનો આશીર્વાદ લો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ રૂપિયા-પૈસાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેશે, ધનને લગતા મામલાઓ સારા રહેશે. તમારા જૂના મિત્રો સાથે સારો વાર્તાલાપ થઈ શકે છે. મન પ્રસન્ન રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજે ભાગ્ય સંપૂર્ણ સાથ આપશે નહીં પરંતુ તમને કોઈ કોર્ટ-કચેરીને લગતા મામલાઓ હોય તેમાં થોડી રાહત મળી શકે છે.

શું કરવુંઃ- શિવ ચાલસીનો પાઠ કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

અન્ય સમાચારો પણ છે...