18 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:સોમવારનો ભાગ્યશાળી અંક 6 રહેશે, આજે જાતકોએ ગણેશજીનો ગોળના પાણીથી અભિષેક કરવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ, અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ. અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કોઇ નજીકના સંબંધીના કારણે લાભની સ્થિતિ બની શકે છે. ઓફિસમાં સહકર્મીનો વ્યવહાર સારો રહી શકે છે. નાક-કાનનું ખાસ ધ્યાન રાખો.

શું કરવુંઃ- પરબાં પાણી માટે આર્થિક મદદ કરો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

જ્વેલરોને અનુકૂળતા વધારે રહી શકે છે. શેરબજારની ઉતાર-ચઢાવ લાભ આપી શકે છે.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ દાન કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કેમિકલ એન્જીનિયરો માટે સમય પક્ષનો સિદ્ધ થઇ શકે છે. આવક અને સેલ્સ ટેક્સના વકીલો માટે મોટો અવસર આવી શકે છે. માનસિક અસમંજસ દૂર થશે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર પીળા ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ધનને લગતો મામલો પક્ષમાં આવી શકે છે. પ્રોપર્ટી ડીલરો માટે સ્થિતિ લાભકારી રહી શકે છે. ભાગદોડ વધારે રહેશે.

શું કરવુંઃ- પિતૃઓના નામથી સાર્વજનિક રૂપથી પરબની વ્યવસ્થા કરાવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

મ્યૂચુઅલ ફંડમાં કરેલું જૂનું રોકાણ શોકિંગ રહેશે. નવું રોકાણ આજે કરશો નહીં. ખાનપાનમાં વિશેષ સાવધાની જાળવો.

શું કરવુંઃ- બટુક ભૈરવને સિંદૂર અને ફરસાણ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

રાજનેતાઓને ઝટકો લાગી શકે છે. નવું મકાન બનાવવાનું કામ શરૂ કરવા માંગો છો તો હાલ રોકાઇ જાવ. દાંતનો દુખાવો દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને મીઠું પાન ચઢાવો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ફિલ્ડ પોસ્ટિંગમાં જોડાયેલાં રાજસેવા કરનાર લોકો માટે સમય સામાન્ય રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો રહેશે.

શું કરવુંઃ- પાણીમાં જવ અને કાળા તલ મિક્સ કરીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ઈંટ ભટ્ટાનું કામ કરતાં લોકો માટે સારો અવસર સામે આવી શકે છે. બેંક અને વીમાના કર્મચારીઓ માટે સારા સમાચાર રહેશે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં લોખંડની વસ્તુ અને કાળા તલ બાંધીને ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ટોલ ટેક્સ અને ભવન નિર્માણ સામગ્રીના ઠેકેદારો માટે મામલો લાભનો રહેશે. વ્યાજ ઉપર રૂપિયા આપનાર લોકો માટે સમય ફાયદાકારક સિદ્ધ થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનનો ગોળના પાણીથી અભિષેક કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો