શુક્રવાર, 18 નવેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ગણેશજી કહે છે કે- સારા લોકો સાથે સમય વિતાવવાથી તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. સામાજિક સીમાઓ પણ આજે વધશે. આજે તમે બાળકો અને પરિવાર સાથે ખરીદીમાં સમય વિતાવી શકો છો. સિંગલ લોકો સાથે સારા સંબંધ બંધાય તેવી શક્યતા છે.
શું કરવુંઃ- હનુમાનજીને સિંદૂર ભેટ કરો
શુભ રંગઃ- બદામી
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ગણેશજી કહે છે કે- આજે તમે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમારી ભવિષ્યની યોજનાઓ સાકાર કરવાનો યોગ્ય સમય છે. ખાસ કરીને મહિલાઓ પોતાના કામ પ્રત્યે જાગરૂત રહેશે અને સફળતા પણ પ્રાપ્ત કરશે.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર જળ ચઢાવવું
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 9
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ગણેશજી કહે છે કે- તમારા સારા વિચાર તમને આજે કોઈપણ નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. સારા લોકો સાથે સંપર્ક કરવાથી તમારી અંદર ઘણું શીખવાની શક્તિ પણ જાગૃત થઈ શકે છે. આધ્યાત્મિક સ્થાને થોડો સમય વિતાવવાથી તમને શાંતિ મળી શકે છે.
શું કરવુંઃ- ગણેશજીને મોદકનો ભોગ ચઢાવવો
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ગણેશજી કહે છે કે- આજે વધારે ભાગદોડ રહેશે. કાર્યમાં સફળતાથી થાક પણ દૂર થઈ શકે છે. તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ કરો. આ સમયે તમારી ગ્રહ સ્થિતિ પોઝિટિવ છે. તેનો લાભ ઉઠાવો. આજે વાહન કે કોઈ યાંત્રિક ઉપકરણનો પ્રયોગ સાવધાની સાથે કરો.
શું કરવુંઃ- ભગવાન વિષ્ણુની આરાધના કરો
શુભ રંગઃ- મરૂન
શુભ અંકઃ- 3
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
ગણેશજી કહે છે કે- ધાર્મિક કાર્યોમાં રસ વધી શકે છે. આજે તમારું કોઈ અટવાયેલું કામ પૂર્ણ થઈ શકે છે. આર્થિક મામલે આ સમયે સમજી-વિચારીને નિર્ણય લેવો. પર્યાવરણમાં ફેરફારનો તમારા સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક પ્રભાવ પડી શકે છે.
શું કરવુંઃ- યોગ પ્રાણાયમનો અભ્યાસ કરો
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 7
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ગણેશજી કહે છે કે- આજે તમે તમારી છેલ્લી ભૂલોથી બોધપાઠ લેશો અને વર્તમાનને શ્રેષ્ઠ બનાવવા અંગે વિચારશો. આર્થિક પક્ષ પહેલાં કરતા વધારે સારી સ્થિતિમાં રહેશે. પરિવારના સભ્યોની નાની-નાની વાતો ઉપર ધ્યાન આપવાથી સુખ મળી શકશે.
શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
ગણેશજી કહે છે કે- ગ્રહ આજે તમારા માટે અનુકૂળ છે. તમારી યોજનાઓને શરૂ કરવાનો આ એક સારો સમય છે. ઘરના વડીલો પાસેથી યોગ્ય માર્ગદર્શન મળી શકે છે. યુવાઓને સફળતા મળવાથી રાહત પણ મળી શકે છે.
શું કરવુંઃ- હનુમાનજીની પૂજા કરો
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ગણેશજી કહે છે કે- આજનો સમય તમારા પક્ષમાં રહેશે. તમારી બધી ઊર્જા મહત્ત્વપૂર્ણ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં લગાવો અને તમે સફળ થશો. આ સમયે સારી સફળતા મળવાની શક્યતા છે. કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ શકે છે.
શું કરવુંઃ- ગૌ માતાને લીલું ઘાસ ખવડાવો
શુભ રંગઃ- જાંબુડિયો
શુભ અંકઃ- 8
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ગણેશજી કહે છે કે- સંપત્તિનો વિવાદ આજે કોઈની દખલ દ્વારા શાંતિથી ઉકેલાઇ જશે. કોઈ નજીકના સંબંધીને મળવાથી તમને દૈનિક પરેશાનીઓથી રાહત મળી શકે છે. આળસ અને ગુસ્સો તમારા જીવનમાં દરેક વસ્તુઓ ખરાબ કરી શકે છે.
શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 2
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.