18 નવેમ્બરનું અંક ભવિષ્ય:ગુરુવારનો ભાગ્ય અંક 7 રહેશે, અંક 4ના જાતકો આજે નવું કામ કરવાની દિશામાં આગળ વધશે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 2ની અંક 7 સાથે પરસ્પર વિરોધી યુતિ. અંક 3ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ મિત્ર યુતિ. અંક 8ની અંક 2-7-9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

મહિલા પ્રધાન કામ કરનાર લોકો માટે સફળતાની ટકાવારી વધારે રહી શકે છે. નવું કામ કરવા ઇચ્છતા લોકોએ મહિલાના નામથી કામ કરવું, વધારે અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- પરબમાં પાણી માટે આર્થિક સહયોગ આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

તમારું અધિકારી મહિલા હોવાની સ્થિતિમાં તમને પ્રમોશનના મામલે અનુકૂળતા રહેશે. મહિલા અધિકારીઓ માટે કરિયરને લગતો મામલો પક્ષમાં આવી શકે છે. તમારી કોઇ ખાસ વાત ગુપ્ત રાખો.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ દાન કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

તમારા નક્કી કરેલાં લક્ષ્યને પૂર્ણ થતાં જોઇને પ્રસન્ન રહી શકો છો. પ્રેટ્રોલ-કેમિકલ પદાર્થોના કારોબારીઓ માટે લાભની સ્થિતિ બની શકે છે. વિવાદમાં ગુંચવાયેલાં ન રહો.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર પીળા ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

સ્થાનિક યાત્રા શક્ય છે. નવું કામ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ ગતિવિધિ થઇ શકે છે. લાંબા સમયથી અટવાયેલાં ઘરના કામ પૂર્ણ થઇ શકે છે.

શું કરવુંઃ- પિતૃઓના નામથી સાર્વજનિક રૂપથી જળની વ્યવસ્થા કરાવી શકો છો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

તે વાતો માટે પરેશાન થઇ શકો છો, જેના ઉપર તમારું કોઇ નિયંત્રણ નથી. કોઇ મેડિકલ તપાસ બાકી હોય તો આજે કરાવી લો. ન્યૂરો સર્જન માટે સમય સારો રહેશે.

શું કરવુંઃ- બટુક ભૈરવને સિંદૂર અને ફરસાણ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગારમેન્ટના વેપારીઓ માટે અનુકૂળતાની સ્થિતિ રહી શકે છે. રોકાણ કરનાર લોકો માટે સાવધાની જાળવવાનો સમય છે, બજાર ઝટકો આપી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને મીઠું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ઓફિસમાં થોડી ઊંચ-નીચ થઇ જાય તો ગભરાશો નહીં. દાળ-કઠોળના વેપારીઓ માટે સાવધાની જાળવવાનો સમય છે.

શું કરવુંઃ- પાણીમાં જવ અને કાળા તલ રાખીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

એક લાંબા સમયગાળાથી જે અવસરની રાહ જોઇ રહ્યા છો, તે હવે મળી શકે છે. રમત પદાધિકારીઓને મોટું સન્માન મળી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં લોખંડની વસ્તુ અને કાળા તલ બાંધીને ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

કામ કરવાની જગ્યા બદલવા માગો છો તો બદલી શકો છો. અધિકારીઓને વિભાગીય ઝટકો લાગી શકે છે. અધિકારીઓ સાથે વધારે વિવાદમાં ઉતરશો નહીં.

શું કરવુંઃ- ગણેશ ભગવાનનો ગોળના પાણીથી અભિષેક કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો