ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ- 6
આજની વિશિષ્ટ યુતિ:- અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ. અંક 6ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ખાનદાની રાજનેતાઓ માટે સમય પક્ષનો વધારે અને વિરોધનો ઓછો રહેશે. સીમેન્ટ કંપનીઓના પ્રતિનિધિઓએ જોખમ લેવું નહીં. નવી જગ્યાએ નોકરી માટે આવેદન કરવું હોય તો હાલ કરશો નહીં.
શું કરવુંઃ- પરબમાં પાણી માટે આર્થિક સહયોગ આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
પ્લાસ્ટિક ભંગાર લેનાર લોકોને વધારે લાભ થઈ શકે છે. મોટિવેશનલ સ્પીકરોને સારો અવસર મળી શકે છે. યાત્રા લાભકારી રહી શકે છે.
શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ દાન કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ભાગ્ય પૂર્ણ પ્રબળતાથી તમારો સાથ આપી શકે છે, કાર્યને લગતી અસમંજસની સ્થિતિ દૂર થઈ શકે છે. કરિયરને લઇને કોઈ મોટો નિર્ણય કરી શકો છો.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર પીળા ફૂલ ચઢાવો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ઊનના કારોબારીને લાભની સ્થિતિ વધારે રહેશે. પી.એ. અને પી. એસ તરીકે કામ કરનાર લોકોને વધારે અનુકૂળતા રહી શકે છે. જોશ અને ઉત્સાહ વધારે રહેશે.
શું કરવુંઃ- પિતૃઓના નામથી સાર્વજનિક રૂપથી પરબની વ્યવસ્થા કરાવો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
નાના ભાઈના કરિયરને લગતી ચિંતા દૂર થઈ શકે છે. નોકરીમાં મળી રહેલાં લક્ષ્યને પૂર્ણ કરવાની ચિંતા રહી શકે છે. દાંતનો દુખાવો રહેશે.
શું કરવુંઃ- બટુક ભૈરવને સિંદૂર અને ફરસાણ ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
માર્બલ વ્યવસાયી કામના વિસ્તારની યોજના ઉપર કામ કરી શકે છે. ફળનો કારોબાર સારો લાભ આપી શકે છે. નજીકના પરિજનોનો વ્યવહાર સારો રહી શકે છે.
શું કરવુંઃ- હનુમાનજીને મીઠું પાન ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
કરિયરને લગતો પોતાનો જ કોઈ નિર્ણય ખોટો જોઈને તણાવ રહી શકે છે. કમરનો દુખાવો પરેશાન કરી શકે છે. પ્રમોશનનો મામલો અટકી શકે છે.
શું કરવુંઃ- પાણીમાં જવ અને કાળા તલ રાખીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો પ્રગટાવો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
તમારી યોજનાઓથી ઉચ્ચ અધિકારીઓને સહમત કરી શકવામાં અસફળતા હાથ લાગી શકે છે. ગેસની સમસ્યા રહી શકે છે.
શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં લોખંડની વસ્તુ અને કાળા તલ બાંધીને ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
સ્કૂલ શિક્ષકોને જોબના મામલે લાભ થઈ શકે છે. નોકરી માટે આપેલાં ઇન્ટરવ્યૂમાં પરિણામ પક્ષમાં આવી શકે છે. તબીયત ખરાબ થઈ શકે છે.
શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.