ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3
આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 7 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ. અંક 6ની અંક 7 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ, અંક 7 સાથે વિરોધી યુતિ અને અંક 6 સાથે પરસ્પર વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
મહિલા વકીલ કે સ્ત્રી અંકના પુરૂષ વકીલોને વધારે અનુકૂળતા રહેશે. કોઇ ખાસ સામાજિક આયોજનમાં પાર્ટનરશિપ કરી શકો છો.
શું કરવુંઃ- પરબમાં પાણી માટે આર્થિક સહયોગ આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
નોકરિયાત મહિલાઓને ઓફિસમાં સમસ્યા આવી શકે છે. શરીરનું આંતરિક સ્વાસ્થ્ય દુઃખી કરી શકે છે. તમારી ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખો.
શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ દાન કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
જોબ માટે ભાગદોડ કરી રહ્યા છો તો આજે કોઇ મોટી ગતિવિધિ ન કરો, તેના માટે આગળના દિવસની રાહ જુઓ. પ્રમોશનના મામલે વિધ્નો આવી શકે છે.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર પીળા ફૂલ ચઢાવો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
દૂરની યાત્રા થઇ શકે છે અથવા તેની યોજના નક્કી થઇ શકે છે. વિદેશ જવાનો અવસર મળી શકે છે. શ્વાસને લગતી સમસ્યા હોય તો સાવધાની જાળવો.
શું કરવુંઃ- પિતૃઓના નામે પરબની વ્યવસ્થા કરાવો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
કપડાના રિટેલ કારોબારીઓ અને કોસ્મેટિક્સના વેપારીઓએ સાચવવું. માઇગ્રેનથી પીડિત છો તો આજે આ અંગે કોઇ બેદરકારી ન કરો.
શું કરવુંઃ- બટુક ભૈરવને સિંદર અને ફરસાણ ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ભાવનાત્મક સંબંધ સુખ આપી શકે છે. દૂરના કોઇ સંબંધીના આવવાથી કે તેમને લગતું કોઇ કામ કરવું પડી શકે છે.
શું કરવુંઃ- હનુમાનજીને મીઠું પાન ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
પ્રેમ સંબંધમાં ઉતાવળ કરવાથી બચવું. લગ્ન સંબંધ અંગે નિર્ણય લેવા માંગો છો તો ટાળી દો. ઓફિસમાં વાતાવરણ સુખદ રહેશે.
શું કરવુંઃ- પાણીમાં જવ અને કાળા તલ રાખીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
હર્નિયાની સમસ્યાથી પીડિત છો તો તેના ઉપચાર ઉપર ખાસ ધ્યાન આપો. અંગત સંબંધ કે અફેર ખાસ સ્વરૂપ લઇ શકે છે.
શું કરવુંઃ- શનિદેવને કાળા કપડાંમાં લોખંડની વસ્તુ અને કાળા તલ આપો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
મૂવર્સ અને પેકર્સને સારો લાભ મળી શકે છે. દિમાગમાં ગુંચવણ રહી શકે છે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનનો ગોળના પાણીથી અભિષેક કરો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.