ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજના અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્યનો અંકઃ- 1 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 4 ચિલત અંકઃ- 9
આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યૂતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
મહિલાના નામથી ચાલી રહેલી ઠેકેદારીમાં લાભ થઇ શકે છે. એન્જીનિયરો માટે સારો અવસર આવી શકે છે.
શું કરવુંઃ- પરબમાં પાણી માટે આર્થિક સહયોગ આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ચુંટણીની તૈયારીઓને ધક્કો લાગી શકે છે. પોલીસ અધિકારીઓ માટે સમય ધૈર્યની પરીક્ષાનો સિદ્ધ થઇ શકે છે.
શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ દાન કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
વારસાગત વિવાદ જોર પકડી શકે છે. વાહન ખરીદવાની યોજના બની શકે છે. કોઇપણ વાત ઉપર તરત પ્રતિક્રિયા ન આપો.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર પીળા ફૂલ ચઢાવો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
મહત્ત્વપૂર્ણ રચનાત્મક કાર્યમાં ઉલ્લેખનીય પ્રગતિ શક્ય છે. જૂનો સંબંધ ફરી સંપર્કમાં આવી શકે છે.
શું કરવુંઃ- પિતૃઓના નામથી સાર્વજનિક રૂપથી પરબની વ્યવસ્થા કરાવો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
રૂ-ઉન કારોબારીઓએ સાવધાન રહેવું. બજારની દોડભાગ ઝટકો આપી શકે છે. શારીરિક શિથિલતા રહી શકે છે.
શું કરવુંઃ- બટુક ભૈરવને સિંદૂર અને ફરસાણ ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
માનસિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. કોઇ ઇજા ન પહોંચે તેનું ધ્યાન રાખવું.
શું કરવુંઃ- હનુમાનજીને મીઠું પાન ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
સોફ્ટવેર એન્જીનિયરો માટે સમય સારો છે. લિપિક વર્ગના કર્મચારીઓને અધિકારીની શાબાશી મળી શકે છે.
શું કરવુંઃ- પાણીમાં જવ અને કાળા તલ રાખીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો પ્રગટાવો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
વાહન વેચનાર લોકો માટે રાહતનો શ્વાસ મળવામાં હાલ મોડું થઇ શકે છે. છેલ્લાં વ્યાપારિક સોદા અંગે ચકાસણી કરો
શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં લોખંડની વસ્તુ અને કાળા તલ બાંધીને ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
કરિયરને લગતો ઠોસ નિર્ણય લઇ શકો છો. આત્મનિયંત્રણ સૌથી મોટું ધન છે. મનોબળ દઢ થઇ શકે છે.
શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.