17 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:શનિવારે અંક 4ના જાતકો પોતાને આર્થિક દૃષ્ટિએ મજબૂત કરી શકશે, આજે આ લોકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

શનિવાર, 17 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજે ભાગ્ય તમારી સાથે છે. કામકાજમાં આજે તમારું પ્રદર્શન સારું રહેશે. તમારી અંદર બોલવાની કળા છે જે તમને કોઈપણ ક્ષેત્રમાં સફળતાના શિખરે પહોંચાડી શકે છે.

શું કરવુંઃ- માતા-પિતાના આશીર્વાદ લો

શુભ રંગઃ- આસમાની

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજે તમે ઉત્સાહથી ભરપૂર જોવા મળશો, ભાગ્ય તમારી સાથે છે. કામકાજમાં જોશ જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળી શકે છે. પોતાના મિત્ર કે પરિચિત વ્યક્તિ સાથે આજે તમારી મુલાકાત થશે.

શું કરવુંઃ- ગાયને લીલું ઘાસ ખવડાવો

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આજે તમારો દિવસ સારો રહેશે. તમારી બુદ્ધિમાની અને કાર્ય પ્રત્યે નિષ્ઠાને જોઈને અધિકારી વર્ગ પ્રશાંસા કરશે. નાના-નાના અનેક રોકાણ ભવિષ્ય માટે લાભકારી રહી શકે છે.

શું કરવુંઃ- માતા લક્ષ્મીની પૂજા કરો

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજે તમે તમારા મનને કેન્દ્રિત કરવાની કોશિશ કરશો. આર્થિક દૃષ્ટિએ તમે પોતાને મજબૂત કરી શકશો. સમજણ સાથે કામ કરો, મુશ્કેલીઓ સરળ થઈ જશે. યુવાઓને કરિયરમાં મોટી સફળતા મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- ક્રીમ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. મહેનતના બળે તમે વિપરીત પરિસ્થિતિથી બહાર આવી જશો. કોઈ પ્રોપર્ટી ડીલના નિર્ણય તમારા પક્ષમાં રહેશે. સાવધાની સાથે કમાણીને ખર્ચ કરો.

શું કરવુંઃ- ગુરુજન કે વડીલ લોકોનો આશીર્વાદ લો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજે ભાગ્ય તમારી સાથે છે, માંગલિક કાર્યોમાં સહભાગી થશો. તમારી વાણી મધુર રહેશે જેના કારણે અન્યને તમે તમારી તરફ આકર્ષિત કરી શકશો. તમે તમારી ચતુરાઈ તથા બુદ્ધિના બળે પોતાના કાર્યોને સફળ બનાવશો.

શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો

શુભ રંગઃ- કાળો

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજે તમે તમારી ઇચ્છાઓને અન્ય ઉપર થોપવાની કોશિશ ન કરો. વર્તમાન પરિસ્થિતિઓના કારણે વ્યાવસાયિક ગતિવિધિઓ નબળી રહી શકે છે. સારા વ્યક્તિઓ સાથે સંબંધ બનશે.

શું કરવુંઃ- શિવ ચાલસીનો પાઠ કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજે મન પ્રસન્ન રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો, યાત્રાનો આનંદ ઉઠાવશો. કામકાજમાં સારો નફો થશે. આજના દિવસની શરૂઆત તમારા માટે સારી રહેશે.

શું કરવુંઃ- સફેદ વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- સોનેરી

શુભ અંકઃ- 5

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજના દિવસની શરૂઆત સારી થશે. કામકાજ હોય કે પારિવારિક સુખ માટે આજનો દિવસ સારો રહેશે. આજે વેપારી વર્ગને ખાસ ફળ પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી ધનલાભ થવાના યોગ બનશે.

શું કરવુંઃ- શિવ ચાલસીનો પાઠ કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

અન્ય સમાચારો પણ છે...