તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

17 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:શનિવારે અંક 9ના જાતકોએ સાચવવું, શ્રીરામચરિતમાનસ કે બાલકાંડના મંગલાચરણનો પાઠ કરવો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4 ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

ઠેકેદારોને વધારે અનુકૂળતા રહેશે. કોર્ટમાં ચાલી રહેલાં મામલાઓ અંગે શુભ સમાચાર મળી શકે છે. આત્મવિશ્વાસ તો ઠીક છે, પરંતુ અતિ આત્મવિશ્વાસથી બચવું.

શું કરવુંઃ- કિન્નરોને વસ્ત્ર ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

કર અધિકારીઓને વધારે ભાગદોડનો સામનો કરવો પડી શકે છે. પેકેજ ખાનપાનની વસ્તુઓના કારોબારીઓ માટે સમય લાભદાકી રહી શકે છે. ધીરજ ગુમાવશો નહીં.

શું કરવુંઃ- શક્તિનું વિશેષ પૂજન કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

સામાજિક કલ્યાણ સાથે જોડાયેલાં એન.જી.ઓ.ને અનુકૂળતા રહેશે. વિદેશથી ફંડિંગના મામલે હાલ સાવધાન રહો. બિનજરૂરી ચિંતાઓના જાળમાં ફસવાથી બચવું.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ચોલા ચઢાવો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

વન સેવા સાથે જોડાયેલાં લોકોને યોગ્ય અવસર મળી શકે છે. કોઇ સ્થાને હરવા-ફરવા જઇ શકો છો અથવા તેની યોજના બનાવી શકો છો.

શું કરવુંઃ- શનિદેવને લોખંડની ચાર કીલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

વિદેશમાં જોબ માટે ઇન્ટરવ્યૂ કરવા માંગો છો તો અનુકૂળ સમય છે. જો ઇન્ટરવ્યૂ આપી રાખ્યું છે તો આ દિશામાં આગળ વધો,

શું કરવુંઃ- ગોવિન્દ દામોદરસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

વ્યાજ ઉપર રૂપિયા આપવાની ખાનદાની કામ કરો છો તો સમય સાવધાન રહીને કામ કરવાનો છે. નોકરીમાં એરિયરના થોડાં રૂપિયા અટકી શકે છે.

શું કરવુંઃ- કબૂતરોને દાણા નાખો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

તમારો આત્મવિશ્વાસ ડગમગવા દેશો નહીં. તેલ-કઠોળના કારોબારીઓ માટે લાભની સ્થિતિ રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીને લોટના હલવાનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

પારિવારિક વાતાવરણને તણાવથી બચાવો. કાર્ય વિસ્તારના મામલે પ્રતિકૂળતા ભોગવવી પડશે. બ્લડ પ્રેશરના શિકાર લોકોએ સાવધાન રહેવું

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

અધિકારીઓની નિરાશા ભોગવવી પડી શકે છે. કરિયરના મામલે જોખમ લેશો નહીં.

શું કરવુંઃ- શ્રી રામચરિતમાનસ કે બાલકાંડના મંગલાચરણનો પાઠ કરો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો