ગુરુવાર, 17 નવેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ગણેશજી કહે છે કે- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમાઓ વધશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનું સમાધાન શોધવાથી રાહત મળશે. કોઈપણ મોટાં રોકાણ માટે સમય ઉત્તમ છે.
શું કરવુંઃ- ભગવાન ગણેશજીની આરાધના કરો
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ગણેશજી કહે છે કે- મહેમાનોની અવર-જવર અને તેમના સ્વાગતમાં સમય વિતશે. ભેટનું આદાન-પ્રદાન થશે. બજેટ ખરાબ થઈ શકે છે. યુવા વર્ગ પોતાની ભવિષ્યની યોજનાઓને લઈને ગંભીર રહેશે.
શું કરવુંઃ- ગણેશજીની પૂજા-આરાધના કરો
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 7
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ગણેશજી કહે છે કે- આકરી મહેનત અને લગનથી તમે જે ઇચ્છો છો તે પ્રાપ્ત કરી શકો છો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ આ સમયે તમારા જીવનમાં સૌથી મોટી સંપત્તિ રહેશે. આ સમયગાળા દરમિયાન તમને આર્થિક તણાવ પણ રહી શકે છે.
શું કરવુંઃ- ગણેશજીની પૂજા-આરાધના કરો
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ગણેશજી કહે છે કે- આજનો દિવસ પરિવાર સાથે સુખમય પસાર થશે. કોઈ જગ્યાએથી શુભ સમાચાર મળી શકે છે. દક્ષતાની મદદથી તમે ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકો છો. આ સમયગાળા દરમિયાન તમે તમારી ભાવનાઓ અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.
શું કરવુંઃ- જરૂરિયાતમંદ લોકોની મદદ કરો
શુભ રંગઃ- મરૂન
શુભ અંકઃ- 3
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
ગણેશજી કહે છે કે- તમને કોઈ સંમેલન કે સમારોહમાં જવાની તક મળી શકે છે. સન્માન સાથે તમારું સ્વાગત થશે. સંતાનને લગતા કાર્ય જેમ કે લગ્ન, નોકરી વગેરેમાં સફળતા મળશે. તમારે તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે.
શું કરવુંઃ- ભગવાન વિષ્ણુજીની આરાધના કરો
શુભ રંગઃ- જાબુંડિયો
શુભ અંકઃ- 8
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ગણેશજી કહે છે કે- આ સમય ઊર્જા, જોશ અને ઉત્સાહથી ભરેલો રહેશે. બાળકો સાથે ધૈર્ય જાળવો, જેથી તેઓ તમારું સન્માન કરે. ખર્ચ અનેક પ્રકારના હોય છે પરંતુ તમે તેને મેનેજ કરી શકો છો. વેપારમાં પાર્ટીઓ અને નવા લોકો સાથે સંબંધ શરૂ કરતા પહેલાં વિચાર કરો
શું કરવુંઃ- શિવલિંગ ઉપર જળ ચઢાવવું
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
ગણેશજી કહે છે કે- તમારે બધું જ સમર્પણ સાથે કરવું પડશે અને સારા પરિણામ પણ પ્રાપ્ત થશે. મહિલાઓ પોતાના વ્યક્તિત્વને સુંદર જાળવવા અંગે ધ્યાન આપશે. આશાઓ અને સપનાઓને સાકાર કરવા માટે સમય ઉત્તમ છે. તેનો સદુપયોગ કરો
શું કરવુંઃ- સૂર્યદેવતાને જળ અર્પણ કરો
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ગણેશજી કહે છે કે- આજે સ્થિતિમાં પોઝિટિવ ફેરફાર અને અનેક તક મળશે. કઇંક નવું શીખવામાં પણ સમય લાગશે. આ અનુભવ તમને વ્યાવહારિક જીવનમાં વધુ આગળ કામ આવશે. કોઈ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે.
શું કરવુંઃ- યોગ પ્રાણાયમનો અભ્યાસ કરો
શુભ રંગઃ- બદામી
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ગણેશજી કહે છે કે- જમીન કે વાહનને લગતું કોઈ મહત્ત્વપૂર્ણ કામ શક્ય બની શકે છે. સમય તેને સુખદ અનુભવ આપશે. લાભ મળશે અને પોતાના લોકો સાથે સારો સમય વિતશે. કાર્યક્ષેત્રમાં આજે તમને થોડી પરેશાનીનો અનુભવ થઈ શકે છે.
શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 3
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.