17 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:ગુરુવારના દિવસે અંક 3ની મહિલા જાતકો માટે દિવસ શુભ રહેશે, ડિપ્રેશનથી બચવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ.

અંકઃ-1

સિવિલ એન્જીનિયરો માટે સમય સારો રહી શકે છે. તમારો પક્ષ મજબૂતી સાથે રાખો. મનોબળ વધેલું રહેશે.

શું કરવુંઃ- કિન્નરોને વસ્ત્ર ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

યાત્રા લાભકારી રહી શકે છે. ઇવેન્ટ મેનેજમેન્ટના લોકોને વધારે અનુકૂળતા રહેશે. કામ વધારે રહેવાથી થાક વધારે રહેશે.

શું કરવુંઃ- શક્તિનુ વિશેષ પૂજન કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

કોઇ ખાસ પરિજન માટે ઉલ્લેખનીય ભાગદોડ કરવી પડી શકે છે. કસ્ટમમાં કામ કરતી મહિલાઓને વધારે અનુકૂળતા રહેશે. ડિપ્રેશનથી બચવું

શું કરવુંઃ- ભૈરવ બાબને ચોલા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

મૂળ નિવાસ સ્થાનથી દૂર રહો છો કે પ્રવાસમાં ગયેલાં લોકો મૂળ સ્થાને પાછા ફરી શકે છે. શેરબજારમાં સાવધાન રહીને કામ કરશો તો લાભ ઉઠાવી શકો છો.

શું કરવુંઃ- શનિદેવને લોખંડની ચાર ખીલી ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

બ્લડ પ્રેશર અને બ્લડ શુગરના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું. જેમણે સ્ટેન્ડ લગાવીને રાખ્યું છે અથવા હાર્ડ બાયપાસ કરાવી રાખ્યું છે તેઓએ પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખવું.

શું કરવુંઃ- ગોવિંદ દામોદરસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

બોસ સાથે સંબંધ સંવેદનશીલ રહી શકે છે. એટલે ઓફિસમાં ભાગદોડથી બચવું. પુત્રના કરિયરને લગતી પ્રતિકૂળતા રહેશે.

શું કરવુંઃ- ગૌશાળામાં પાણી માટે ધનરાશિ આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

ટોલ ટેક્સના ઠેકેદારોને વધારે અનુકૂળતા રહેશે. જૂના અટવાયેલાં રૂપિયા પ્રાપ્ત કરવા માટે કોશિશ કરો, સફળતા મળી શકે છે. કોઇપણ મામલે ઓછામાં ઓછું બોલો.

શું કરવુંઃ- હનુમાનજીને નાળાછડીની જનોઈ ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

તણાવ ઓછો લેવો, નહીંતર માઇગ્રેન દુઃખી કરી શકે છે. જીવનસાથી સાથે તાલમેલ બગડી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

કરિયર અંગે કોઇ ખાસ નિર્ણય લેવા માંગો છો તો આજે આ બાબત ટાળી દો. પિતા કે મોટા ભાઈ સાથે તાલમેલ ઉપર વિશેષ ધ્યાન આપો.

શું કરવુંઃ- શ્રી રામચરિતમાનસના બાલકાંડના મંગળાચરણનો પાઠ કરો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી