ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજના અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્યનો અંકઃ- 9 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 4 ચિલત અંકઃ- 9
આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 8ની અંક 9 સાથે મિત્ર યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
વારસાગત વ્યવસાયમાં ઝટકો લાગી શકે છે. કારોબારી યાત્રા કરવી પડી શકે છે. માનસિક તણાવ વધારે રહી શકે છે.
શું કરવુંઃ- કિન્નરોને વસ્ત્ર ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
અંગત સહાયક અને અંગત સચિવ તરીકે કાર્યરત લોકો માટે સાવધાન રહેવાનો દિવસ છે. જો કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો હોય તો વિપરીત જઈ શકે છે.
શું કરવુંઃ- શક્તિનું વિશેષ પૂજન કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
કોઇ ખાસ વ્યક્તિનું માર્ગદર્શન કરી શકો છો. આઈ.ટી સાથે જોડાયેલાં લોકોને વધારે અનુકૂળતા રહી શકે છે.
શું કરવુંઃ- ભૈરવ બાબાને ચોલા ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
કોઈ કારોબારી વિવાદ ચાલી રહ્યો હોય તો તેમાં આગળ વધવાથી બચવું. જે કામ ગુંચવાયેલું જોવા મળે, તેને અધૂરું છોડી દેવું જોઈએ. કોર્ટમં કેસ ચાલી રહ્યો હોય તો સુનવણીથી બચવું.
શું કરવુંઃ- શનિદેવને લોખંડની ચાર ખીલી ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
વિદેશથી કારોબાર કરનાર લોકોને ઝટકો લાગી શકે છે. વિઝામાં આવી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. પ્રોપર્ટીને લગતો અટવાયેલો મામલો પક્ષમાં આવી શકે છે.
શું કરવુંઃ- ગોવિંદ દામોદરસ્ત્રોતનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ઓફિસ/દુકાન માટે ફર્નીચર વગેરે સામાનની ખરીદી માટે ખર્ચ કરવાનું વિચારી રહ્યા છો તો આગળ વધો. કામમાં ફેરફાર કરવો કે વિસ્તાર કરવાનો વિચાર કરી રહ્યા છો તો કરી શકો છો.
શું કરવુંઃ- ગૌશાળામાં પાણી માટે ધનરાશિ આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
લીઝ પર કોઈ ફેક્ટ્રી લેવાનું વિચારી રહ્યા છો તો ઔપચારિક કરાર કરી શકો છો. સંતાનના જોબ મામલે ખાસ વાસ શક્ય છે. કોઈ ખાસ પરિજન મળવા આવી શકે છે.
શું કરવુંઃ- હનુમાનજીને નાડાછડી અને જનોઈ ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
પ્રોપર્ટી ભાડા ઉપર આપવા ઇચ્છો છો તો આગળ વધી શકો છો. કાર્ય સ્થળે ઉચ્ચ અધિકારીનો વ્યવહાર અનુકૂળ રહી શકે છે. વારસાગત કામ કરનાર લોકોએ સાવધાની જાળવવી.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ટાયર-ટ્યૂબ કારોબારી લાભની સ્થિતિમાં રહી શકે છે. પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન આપો. કોઈ ખાસ સામાજિક આયોજનમાં ભાગ લઈ શકો છો.
શું કરવુંઃ- શ્રી રામચરિતમાનસના બાલકાંડના મંગલાચરણનો પાઠ કરો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.