16 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:શુક્રવારે અંક 9ના જાતકોને સારા સમાચાર મળશે અને ધનલાભ થશે, આજનો આખો દિવસ સુખમય પસાર થશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 16 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે, તમે જે પણ કામ કરશો તેમાં ઈશ્વરીય મદદ તમને પ્રાપ્ત થશે. તમને તમારી મહેનત અને અથાક કોશિશનું ફળ ચોક્કસ મળશે. પરિવારનું સુખ આશા પ્રમાણે મળશે.

શું કરવુંઃ- યોગ-પ્રાણાયમનો અભ્યાસ કરો

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ કામકાજ માટે સારો રહેશે. કામ-કાજમાં લાભદાયી ફળ મળી શકે છે. આજે મૂડ સારો રહેશે, પરિવારના લોકો સાથે સારો સમય પસાર થશે.

શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- દિવસની શરૂઆત સારી રહેશે, માતા-પિતાનો સ્નેહ મળશે, સંતાન સુખ સારું મળશે. કામકાજમાં ધનલાભ થશે. આજનો દિવસ સુખમય ગતિવિધિઓમાં પસાર થશે માત્ર પોતાની વાણી ઉપર નિયંત્રણ રાખો.

શું કરવુંઃ- જરૂરિયાતમંદ લોકોની મદદ કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજે વિદ્યાર્થીઓ પોતાની યોગ્યતા અને બુદ્ધિમતાના આધારે સફળતા પ્રાપ્ત કરશે. પરિવાર સાથે સારો તાલમેલ રહેશે. પરિવારના લોકો પાસેથી સ્નેહ સારો મળશે, તમે બધાના ગમતા છો, એટલે તમારી બધી જ ઇચ્છા માતા-પિતા પૂર્ણ કરશે.

શું કરવુંઃ- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજે ભાગ્યનો સાથ મળશે. કામકાજના ક્ષેત્રમાં લાભનું સુખ પ્રાપ્ત થશે. આ સમય તમારા માટે લગ્નજીવનનું સુખ ઉત્તમ રહેશે. જીવનસાથી સાથે તમારા સંબંધ સારા બનશે.

શું કરવુંઃ- ભગવાન ગણેશજીની આરાધના કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજે તમારો દિવસ ખૂબ જ તણાવભર્યો રહેશે, તમારા સ્વભાવમાં ગંભીરતા તથા એકાગ્રતાની ઝલક જોવા મળશે. પરિવાર સાથે થોડા ક્ષણ સુકૂનથી પસાર થશે. રોજિંદા ભાગદોડથી તમે આજે થાક અનુભવ કરશો.

શું કરવુંઃ- પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવવો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ પરિવાર સાથે સારો પસાર થશે. તમારા કામકાજ ઉત્તમ રહેશે. ધનલાભ થશે પરંતુ અચાનક ખર્ચ પણ થશે. આજે લગ્નજીવનમાં મધુરતા રહેશે. માંગલિક કાર્યોમાં સહભાગી થવાનું સૌભાગ્ય પણ આજે પ્રાપ્ત થશે.

શું કરવુંઃ- ભગવાન વિષ્ણુજીની આરાધના કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજે શિક્ષા તથા પ્રતિયોગિતાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. પરિવારના સભ્યોથી દરેક શક્ય સહયગો મળતો રહેશે. આજે તમે કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિસ્પર્ધીઓથી આગળ રહેશો.

શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો

શુભ રંગઃ- બદામી

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજના દિવસની શરૂઆત સારા સમાચાર સાથે થશે. કામકાજમાં સારો ધનલાભ થશે. ધનનો સંચય પણ કરી શકો છો. આજનો આખો દિવસ તમારા માટે શુભફળદાયી રહેશે.

શું કરવુંઃ- યોગ-પ્રાણાયમનો અભ્યાસ કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

અન્ય સમાચારો પણ છે...