16 નવેમ્બરનું અંક ભવિષ્ય:સોમવારનો ભાગ્ય અંક 4 રહેશે, આ અંકના જાતકોએ કુળદેવીને પારંપરિક ભોગ ધરાવવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 4 સાથે પ્રબળ વિરોધી યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

રેસ્ટોરાં, હોટલ-મોટલ અને ઢાબાના માલિકોને લાભકારી સ્થિતિનું સુખ મળી શકે છે. મોસાળ પક્ષની અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીને 01 લવિંગવાળું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-2

ખાનદાની સંપત્તિ વેચવા માંગો છો તો આગળ વધો. કોઇ નજીકના વ્યક્તિનું માર્ગદર્શન નવો રસ્તો ખોલી શકે છે. બ્લડ પ્રેશરની સમસ્યા રહેશે.

શું કરવુંઃ- બાલિકાઓના લગ્નમાં આર્થિક સહયોગ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-3

ખાસ નિર્ણય લેવાના મામલે સાવધાની સાથે આગળ વધો. તમારા વિશ્વાસના લોકોની ફરીથી પરીક્ષા કરી લો. બિનજરૂરી ચિંતા ઘેરી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલ અને લોખંડની વસ્તુ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4

ટાઇપિસ્ટ/રિસેપ્શનિસ્ટ જોબ માટે કોશિશ કરી રહ્યા છે તો સમય પ્રતિકૂળ રહેશે. પાઇલ્સની સમસ્યા રહેશે.

શું કરવુંઃ- કુળદેવીને પારંપરિક પારિવારિક ભોગ ધરાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-5

વનસેવાના લોકોને વધારે અનુકૂળતા રહેશે. વિદેશ જવાના ઇચ્છુક લોકોને આ મામલે આગળ વધવાનો રસ્તો મળી શકે છે.

શું કરવુંઃ- ભાણીને તેની પ્રિય વસ્તુ ભેટ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-6

સમય કોઇ ખાસ પક્ષનો નથી, એટલે જે જેવું ચાલી રહ્યું છે તેવું જ ચાલવા દેવું. નજીકના પરિચિત મળવા આવી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

આસપાસના લોકો ઝટકો આપી શકે છે. જો તમારી બોસ મહિલા છે તો સાવધાન રહો.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર અને ઇમરતી ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8

પ્રકાશકો માટે સ્થિતિ લાભકારી સિદ્ધ થઇ શકે છે. મોડલિંગ કરનાર લોકોને સારો અવસર પ્રાપ્ત થશે.

શું કરવુંઃ- શ્રી રામસ્તુતિનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-9

નજીકના વ્યક્તિના કારણે સુખનો અવસર મળી શકે છે. ખાસ કાર્ય માટે ભેટ સંભવ છે. ભાગદોડ વધારે રહેશે.

શું કરવુંઃ- મંદિર સંચાલનમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- સોનેરી

અન્ય સમાચારો પણ છે...