ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 6
આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
બોસ સાથે યાત્રા દુઃખી કરી શકે છે. તમે નિરાશ થશો નહીં અસમંજસની સ્થિતિ રહેશે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળની પાંચ ભેલી ચઢાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
મનોરંજનના ક્ષેત્રમાં ધન કમાવા માંગો છો તો હાલ રોકાઇ જાવ. મિત્રોનો સાથ સુખ આપી શકે છે. તમારી ઇચ્છાઓ ઉપર નિયંત્રણ રાખો.
શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધ ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ધનને લગતી ઉલટફેર પરેશાન કરી શકે છે. પાંસળીઓનો દુખાવો રહેશે.
શું કરવુંઃ- હનુમાનજીને 3 લવિંગવાળું પાન ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
આત્મવિશ્વાસ વધશે. નવો પરિચય બની શકે છે, જે ભવિષ્યમાં લાભકારી સિદ્ધ થઇ શકે છે. શ્વાસને લગતી સમસ્યા રહેશે.
શું કરવુંઃ- શ્રી વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
જોબને લગતી દૂરની યાત્રા થઇ શકે છે. પોતાના અને પારકાને ઓળખો. પેટને લગતી સમસ્યા થઇ શકે છે.
શું કરવુંઃ- પાણીમાં ચોખા રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ખાસ મિત્રોને મળવાનું થશે. વ્યવસાયિક લાભ થઇ શકે છે. ખાનપાનમાં બેદરકારી ન કરો.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર મધનું લેપન કરો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
ખાનદાની કામ કરનાર લોકો માટે સ્થિતિ લાભકારી રહી શકે છે. બ્લડ શુગરના શિકાર લોકોએ સાવધાન રહેવું.
શું કરવુંઃ- ગાયને લીલું ઘાસ આપો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
જનસંપર્ક સેવાના અધિકારીઓને વધારે અનુકૂળતા રહેશે. મીડિયામાં ધનનું રોકાણ કરતાં લોકો માટે સારો અવસર રહેશે.
શું કરવુંઃ- કોઇની દવામાં આર્થિક મદદ કરો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ફાયનાન્શિયલ સેક્ટમાં પાર્ટનરશિપનું કામ કરી રહેલાં લોકોને લાભ થશે. પરિવાર સાથે હરવા-ફરવા જવાનો કાર્યક્રમ બનશે.
શું કરવુંઃ- શનિદેવને લોખંડના વાસણમાં કાળા તલ ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.