મંગળવાર, 15 નવેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ગણેશજી કહે છે કે- તમે ભાવનાત્મક રીતે મજબૂત થશો. જ્ઞાનવર્ધક અને રોચક કાર્યોમાં સમય વિતશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જવાનો કાર્યક્રમ પણ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવિટીનો અનુભવ કરશો. અચાનક કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે.
શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો
શુભ રંગઃ- કથ્થઈ
શુભ અંકઃ- 7
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ગણેશજી કહે છે કે- તમે અચલ સંપત્તિ અને રોકાણ જેવી ગતિવિધિમાં ભાગ લઈ શકો છો. કોઈ મોટાં સમાચાર પણ મળી શકે છે. તમે દરેક કાર્યમાં કાર્યવાહી કરશો અને તમારી ક્ષમતા પ્રમાણે કામ કરશો. પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.
શું કરવુંઃ- શિવ ચાલીસાનો પાઠ કરો
શુભ રંગઃ- જાંબુડિયો
શુભ અંકઃ- 8
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ગણેશજી કહે છે કે- માનસિક રીતે તમે પોતાને મજબૂત અનુભવ કરશો. તમે તમારા વ્યક્તિત્વને વધારે શ્રેષ્ઠ બનાવવા અંગે ધ્યાન આપશો. કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત પછી લાભની યોજના બની શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ પ્રકારની જગ્યા કે કાર્ય પ્રણાલીમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે.
શું કરવુંઃ- માતા સરસ્વતીની પૂજા કરો
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ગણેશજી કહે છે કે- આજે કોઈપણ કોશિશમાં સફળતા ઉત્સાહમાં નફો કરશે. કોઈપણ પ્રકારની પ્રતિયોગિતામાં સફળતા મળવાની શક્યતા છે. કરિયર અને અંગત કાર્યોમાં તમારા અહંકારને આડે આવવા દેશો નહીં. સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર દૂધ ચઢાવવું
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
ગણેશજી કહે છે કે- આજે ભાગ્ય તમારી સાથે છે. લાભના નવા રસ્તા મળશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા દૂર થઈ શકે છે. આર્થિક મામલે ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય સફળ થશે. વ્યાવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.
શું કરવુંઃ- ગણેશજીને મોદકનો ભોગ ચઢાવવો
શુભ રંગઃ- બદામી
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ગણેશજી કહે છે કે- આજે સપનાને સાકાર કરવાથી મનને શાંતિ મળી શકે છે. સમયનો સાર છે. જો તમે કોઈ નવું ભવન કે સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા છો તો નિર્ણય ખૂબ જ સમજદારી સાથે લેવો. પેટને લગતી કોઈપણ સમસ્યા ઊભી થઈ શકે છે.
શું કરવુંઃ- કીડીને લોટ ખવડાવો
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 3
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
ગણેશજી કહે છે કે- તમે તમારા વ્યવહાર અને મૃદુલતાથી ખરાબ સંબંધોને સુધારવામાં સફળ થશો. ભાગ્યની પ્રત્યાશામાં કર્મ ઉપર વધારે વિશ્વાસ કરવો તમારા પોઝિટિવ વિચારની જેમ જ તમારા માટે શ્રેષ્ઠ સ્થિતિ પેદા કરી શકે છે.
શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 9
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ગણેશજી કહે છે કે- છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલાં વિઘ્નોને દૂર કરવામાં આજનો દિવસ સફળ થશે. તમને પણ આત્મસંતુષ્ટિનો અહેસાસ થશે. રાજનીતિ અને સામાજિક ગતિવિધિઓમાં ખાસ યોગદાન રહેશે. કાર્યક્ષેત્રમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત ઉન્નતિ અને વિજયમાં મદદગાર સાબિત થઈ શકે છે.
શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 3
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ગણેશજી કહે છે કે- સમય સન્માન અને પ્રતિષ્ઠાને વધારે છે. ધર્મ-કર્મ અને આધ્યાત્મિક કાર્યોમાં તમારો રસ રહેશે. વેપાર, ઘર અને દુનિયાદારી વચ્ચે સારું સંતુલન જાળવી રાખવું. કોઈ નજીકના મિત્રની નકારાત્મક ગતિવિધિ તમને ઝટકો આપી શકે છે.
શું કરવુંઃ-પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવવો
શુભ રંગઃ- આસમાની
શુભ અંકઃ- 2
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.