15 નવેમ્બરનું અંક ભવિષ્ય:સોમવારે અંક 6ના જાતકોએ દૂરની યાત્રા ટાળવી, શિવ મંદિરમાં જઇને શિવલિંગ ઉપર મધનો લેપ કરવો

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 6ની અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 8ની અંક 2-7 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ટ્રાન્સપોર્ટ કારોબારીઓને ધનલાભ થઇ શકે છે. વિદેશમાં બ્રાન્ચ ખોલવાનું ઇચ્છો છો તો અનુકૂળ સમય છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળની પાંચ ભેલી ચઢાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ધનને લઇને વધતો ખતરો લેવાથી બચવું. કોઇની પણ ધન આપતાં પહેલાં આ અંગે ચર્ચા-વિચારણાં કરી લો. કોઇપણ કાગળ ઉપર સહી કરતાં પહેલાં તેને યોગ્ય રીતે વાંચી લો.

શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

પરિસ્થિતિઓની અનુકૂળતાનો લાભ લેવા માટે એકવારમાં એક જ કામ ઉપર એકાગ્ર થવું પડશે. સરકારી પક્ષમાં રૂપિયા અટવાયેલાં છે તો તે પાછા મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને 3 લવિંગવાળું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

તમારા ભાવનાત્મક આવેગ ઉપર સંપૂર્ણ કાબૂ રાખો. પરિવારમાં કોઇ મોટો મેડિકલ ઉપાય કરાવવાનો હોય તો કરાવી શકો છો.

શું કરવુંઃ- શ્રી વિષ્ણુસહસ્ત્રનામસ્ત્રોતનો પાઠ કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

મલ્ટી નેશનલ કંપનીમાં કામ કરનાર લોકોને વધારે અનુકૂળતા રહેશે. વિદેશી કંપનીમાં કરેલું રોકાણ લાભ આપી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં ચોખા રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

સૂચના અને ઉન્નતિના ક્ષેત્રના એન્જીનિયરોને સારો અવસર મળી શકે છે. બાળકોના કરિયરમાં સારી વાત સામે આવી શકે છે. દૂરની યાત્રા ટાળો

શું કરવુંઃ- શિવલિંગ ઉપર મધ લગાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

મીડિયામાં વરિષ્ઠ પદમાં કામ કરતાં લોકોને ખાસ ફાયદો મળી શકે છે. કોઇ ઉલ્લેખનીય પ્રોજેક્ટ મળી શકે છે.

શું કરવુંઃ- ગાયને લીલું ઘાસ ખવડાવો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

સરકારમાં અટવાયેલો લાભ મળી શકે છે. પ્રમોશન કે એરિયર બાકી હોય તો આ મામલે મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઇ શકે છે.

શું કરવુંઃ- કોઇને દવા લેવામાં આર્થિક મદદ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ખેડૂતોને પાકની સારી કિંમત મળી શકે છે. મોટા ભાઈ સાથે તાલમેલ સારો રહેશે. મન પ્રસન્ન રહી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને લોખંડના વાસણમાં કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો