ગુરુવાર, 15 ડિસેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ગણેશજી કહે છે કે- જો કોઈ રાજનૈતિક કાર્ય અટવાયેલું હોય તો તેને પૂર્ણ કરવાનો આજે યોગ્ય અવસર છે. છેલ્લાં થોડાં સમયથી તમારા દ્વારા કરવામાં આવતી કોશિશમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે.
શું કરવુંઃ- ગુરુજન કે વડીલ લોકોના આશીર્વાદ લો
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ગણેશજી કહે છે કે- આજે ગ્રહોની સ્થિતિ ખૂબ જ સંતોષજનક છે. આ સમયે તમે તમારી પ્રતિભાને ઓળખો અને તમારી દિનચર્યા અને કામના રૂટિનને પૂર્ણ ઊર્જા સાથે વ્યવસ્થિત કરો. ઘરમાં નજીકના લોકોની હાજરી સુખનું વાતાવરણ બનાવી શકે છે.
શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો
શુભ રંગઃ- બદામી
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ગણેશજી કહે છે કે- આ સમયે સંપત્તિ કે અન્ય કોઈ અટવાયેલું કામ રાજનીતિ સાથે જોડાયેલાં વ્યક્તિના સહયોગથી ઉકેલાઈ શકે છે. તમારી સામાજિક સીમાઓ વધી શકે છે. સમાજ સાથે જોડાયેલો કોઈ વિવાદ તમારા પક્ષમાં આવી શકે છે.
શું કરવુંઃ- શિવ ચાલીસાનો પાઠ કરો
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 3
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ગણેશજી કહે છે કે- તમારું ધ્યાન ખરાબ ગતિવિધિઓથી દૂર રાખો અને માત્ર મહત્ત્વપૂર્ણ કાર્ય ઉપર જ ધ્યાન આપો. આ સમયે પરિસ્થિતિ અનુકૂળ છે. કોઈ શુભ ચિંતકના સહયોગથી તમારી કોઈ મનોકામના પૂર્ણ થઈ શકે છે.
શું કરવુંઃ- માતા સરસ્વતીની પૂજા કરો
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 9
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
ગણેશજી કહે છે કે- આજે થોડી સમસ્યા આવશે, પરંતુ તમે તમારી બુદ્ધિ અને ચતુરાઈથી સમસ્યાનું સમાધાન શોધી શકશો. નજીકનાં થોડાં સંબંધીઓ સાથે થોડો સમય વિતાવવાથી એકબીજા સાથે સંબંધ મજબૂત થશે.
શું કરવુંઃ- સફેદ વસ્તુનું દાન કરો
શુભ રંગઃ- આસમાની
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ગણેશજી કહે છે કે- આજે તમે આરામ અને સુકૂન કરવાના મૂડમાં રહેશો. નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે સુખમય સમય વિતશે. કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય થવાથી મન પ્રસન્ન રહેશે. સંયુક્ત પરિવારમાં થોડો વિવાદ થઈ શકે છે.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર દૂધ ચઢાવવું
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 3
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
ગણેશજી કહે છે કે- આજે બપોર પછી સ્થિતિ સારી રહેશે. થોડા સમયથી જે સુકૂનની શોધમાં હતાં તે તમને મળી શકે છે. વિદ્યાર્થીઓને આશા પ્રમાણે પરિણામ મળવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે.
શું કરવુંઃ- માતા-પિતાનો આશીર્વાદ લો
શુભ રંગઃ- કથ્થઈ
શુભ અંકઃ- 7
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ગણેશજી કહે છે કે- લાંબા સમયથી ચાલી રહેલી બાબતો આજે ફરીથી વ્યવસ્થિત થવા લાગશે. આજે કોઈપણ નિર્ણય લેવામાં તમારી અંતરાત્માનો અવાજ સાંભળો. બાળકોની ગતિવિધિઓ અને સંગતિ ઉપર પણ ધ્યાન રાખવું જરૂરી છે.
શું કરવુંઃ- ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો
શુભ રંગઃ- ક્રીમ
શુભ અંકઃ- 6
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ગણેશજી કહે છે કે- ઉતાવળમાં કોઈ કામ ન કરો. પહેલાં તેના પ્રત્યેક સ્તર અંગે ધ્યાનથી વિચાર કરો. તમારી પ્રતિભાને નિખારવાની કોશિશ કરવાથી તમને સફળતા મળશે. તમારો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા વધી શકે છે.
શું કરવુંઃ- માતા લક્ષ્મીની પૂજા કરો
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 2
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.