ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3
આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ. અંક 6ની અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
દૂરની યાત્રા થઇ શકે છે અથવા આ યાત્રાની યોજના બની શકે છે. સ્થાન પરિવર્તન સંભવ છે. આ પરિવર્તનનું સ્વરૂપ અન્ય અંકોની દુર્બળતા ઉપર નિર્ભર કરશે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળની 05 ભેલી ચઢાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
એફએમ ચેનલોના પ્રોડ્યુસર અને આર.જેને સારો અવસર મળી શકે છે. પ્રોફેશનલ વક્તાઓને ઉલ્લેખનીય કાર્યક્રમ મળી શકે છે. અતિ ઉત્સાહથી બચવું.
શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધ ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
કોસ્મેટિક્સ અને સજાવટના સામાનના વેપારીઓને લાભ થઇ શકે છે અથવા તેના અવસર બની શકે છે. ફેશન અને મોડલિંગના ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને મોટો કે ઉલ્લેખનીય અવસર મળી શકે છે.
શું કરવુંઃ- હનુમાનજીને 03 લવિંગવાળું પાન ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
પરિવારનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે. કોઇ પરિજનના સ્વાસ્થ્યને લગતી કોઇ જૂની સમસ્યાને લઇને ડોક્ટરની સેવા લેવી પડી શકે છે.
શું કરવુંઃ- શ્રી વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
કમ્પાઉન્ડરોને કોઇ જૂની સમસ્યાથી છુટકારો મળી શકે છે અથવા તેનો રસ્તો મળી શકે છે. માનસિક અસ્થિતિને અસ્થિર થવાથી બચાવવી.
શું કરવુંઃ- પાણીમાં ચોખા રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
લાંબી દૂરની યાત્રા કરનાર ટ્રક ચાલકો અને ભારે વાહન ચાલકોએ ખાસ સાવધાની રાખવી. ગાડી સાવધાનીથી ચલાવો.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર મધનો લેપ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
મંત્રીઓના અંગત મદદગાર અને અંગત સચિવોને શોકિંગ ન્યૂઝ મળી શકે છે. કોઇ મોટો નિર્ણય આજે ન લેશો.
શું કરવુંઃ- ગાયને લીલો ચારો નાખો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
પિતાનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે. દૂરના સંબંધી કે દૂર રહેતાં સંબંધીઓ આવી શકે છે. કોઇ નજીકના વ્યક્તિના પારિવારિક વિવાદોમાં દખલ આપવું પડી શકે છે.
શું કરવુંઃ- કોઇ હોસ્પિટલમાં દવા માટે આર્થિક મદદ કરો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રિમ
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
સાહિત્યકારોને પુરસ્કાર મળી શકે છે. તેમાં પણ મહિલા સાહિત્યકારોને વધારે અનુકૂળતા રહેશે. છેલ્લી કોઇ મહત્ત્વપૂર્ણ કોશિશ હવે રંગ લાવી શકે છે.
શું કરવુંઃ- શનિદેવને લોખંડના વાસણમાં કાળા તલ ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.