15 એપ્રિલનું અંક ભવિષ્ય:શુક્રવારે અંક 1ના જાતકોએ સાવધાન રહેવું, ગણેશ ભગવાનને ગોળની પાંચ ભેલી ચઢાવવી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજના અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્યનો અંકઃ- 7 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 4 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 4ની અંક 7 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 6ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 7 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કોશિશ કરો કે તમારા વ્યવહારથી ઓફિસનું વાતાવરણ તમારા વિરૂદ્ધ ન થાય. લોકો પ્રત્યે ટિપ્પણી કરવામાં સાવધાની જાળવો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળની પાંચ ભેલી ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

સામાજિક પ્રતિષ્ઠા પ્રભાવિત થવાથી બચાવો. કોઈ એવો વ્યક્તિ ઝટકો આપી શકે છે, જેને તમે તમારા ખાસ સમજી રહ્યા છો.

શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

વાયદા કારોબારીઓ માટે સમય ઉતાર-ચઢાવનો રહી શકે છે. નવું ગોડાઊન લેવા ઇચ્છો છો તો આગળ વધી શકો છો.

શું કરવુંઃ- હનુમાનજીને 3 લવિંગવાળું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

મહિલાઓના નેતૃત્વમાં ચાલી રહેલાં કામમાં સાવધાન રહેવાની જરૂરિયાત છે. કોઈ નજીકનો વ્યક્તિ તમારી સાથે અજીબ વ્યવહાર કરી શકે છે. તમારા મનમાં નિરાશા હાવી થવા દેશો નહીં.

શું કરવુંઃ- શ્રી વિષ્ણુસહસ્ત્રનામસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ફિલ્ડ વર્કના લોકોને ભાગદોડ વધારે કરવી પડી શકે છે. બ્લડ શુગરના શિકાર લોકોએ વધારે સાવધાની જાળવવી. કમરનો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં ચોખા રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ધનને લગતું કોઈ મોટું કામ થઈ શકે છે. કોઈ નજીકના મિત્રનો સારો સહયોગ મળી શકે છે. આસપાસની યાત્રાની યોજના બની શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર મધ લગાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ધનને લગતી ભાગદોડથી બચવું. શ્રૃંગાર વસ્તુઓના કારોબારીઓને સારો અવસર મળી શકે છે. માનસિક તણાવ રહી શકે છે.

શું કરવુંઃ- ગાયને લીલું ઘાસ આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

પાર્ટનરશિપમાં કરેલું કામ લાભ આપી શકે છે. જીવનસાથીનો વ્યવહાર સુખદ રહી શકે છે.

શું કરવુંઃ- કોઈની દવામાં આર્થિક મદદ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગૃહિણિઓ માટે કઇંક ખાસ કરવાનો સમય આવી ગયો છે. ક્લાર્ક ગ્રેડના લોકોને ઓફિસમાં અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને લોખંડના વાસણમાં કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

અન્ય સમાચારો પણ છે...