14 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:બુધવારનો દિવસ અંક 7ના જાતકો માટે શુભ રહેશે, આ લોકોએ આજે ગણેશજીને મોદકનો ભોગ ધરાવવો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 14 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ જીવનમાં સોનેરી ક્ષણ લઈને આવશે. બુદ્ધિ કૌશલ્ય દ્વારા કરવામાં આવતું કાર્ય સંપન્ન થશે. પોતાના વેપારને વધારવા માટે ઘરના સભ્યો સાથે બેસીને ચર્ચા કરશો.

શું કરવુંઃ- માતા લક્ષ્મીની પૂજા કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજે થોડી આદતોમાં સુધાર લાવવા માટે દિવસ સારો છે. જૂના રોકાણથી મળી રહેલી ધનરાશિથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પ્રભુની આરાધનામાં મન લાગશે.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આજે દિવસની શરૂઆતમાં થોડી સુસ્તી રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી કોશિશને નવી ઓળખ મળશે. ફાયનાન્સ સાથે જોડાયેલાં મામલાઓમાં સાવધાની જાળવવી.

શું કરવુંઃ- ગુરુજન કે વડીલ લોકોનો આશીર્વાદ લો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજે લોકોને તેમના વિચાર પ્રકટ કરવાથી રોકશો નહીં. તમારી ગુણવત્તામાં સતત વધારો થશે. સાહિત્ય કારોને કોઈ મોટા સમાચાર મળી શકે છે. સમયનો સદુપયોગ કરો અને ખરાબ સંગતથી બચવું.

શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજે તમને તમારા વિચોરામાં પરિવર્તન જોવા મળશે. ઉત્સાહપૂર્વક વ્યાવસાયિક યોજનાને પૂર્ણ કરી શકશો. જૂના રોકાણથી સારું રિટર્ન મળવાની શક્યતા છે. યુવાઓને કરિયરમાં સારો વિકલ્પ મળી શકે છે.

શું કરવુંઃ- શિવ ચાલસીનો પાઠ કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજે તમે પોતાને કોઈ નવા પરિવર્તન માટે તૈયાર રાખશો. વર્ક ફ્રોમ હોમ હોય તો કામકાજમાં થોડી પરિપક્વતા અને ગંભીરતા બતાવો. કામકાજમાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં સુધારની શક્યતા છે.

શું કરવુંઃ- સફેદ વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજે તમારું વ્યક્તિત્વ ચારેય દિશામાં મહેકશે. તમને તમારી પ્રતિભા અને યોગ્યતાને સાબિત કરવાની તક મળશે. સરકારી નોકરી સાથે જોડાયેલાં લોકોને પ્રમોશન મળવાની શક્યતા છે.

શું કરવુંઃ- ગણેશજીને મોદકનો ભોગ ચઢાવવો

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ ખૂબ જ સુખમય રહેશે. મનમાં રૂપિયાને લઈને અનેક પ્રકારના વિચાર આવી શકે છે. વેપારને વધારવા માટે નવી રીત વિચારશો. કિંમતી વસ્તુઓ ખરીદવા માટે સમય અનુકૂળ રહેશે.

શું કરવુંઃ- શિવ ચાલસીનો પાઠ કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજે તમારી વાણી જ તમારા માટે વરદાન છે. કપડાના વેપારીઓ માટે નિરાશાનો દિવસ રહી શકે છે. જલ્દી લાભ કમાવવાના ચક્કરમાં ખોટી રીત અપનાવશો નહીં.

શું કરવુંઃ- માતા સરસ્વતીની પૂજા કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6