સોમવાર, 14 નવેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ગણેશજી કહે છે કે આજે તમે તમારી સમસ્યાઓનું સમાધાન કાઢવામાં સફળ થશો. ભૌતિક સુખ સાધનોમાં વધારો થશે. હંસી-મજાકમાં સમય વિતશે વિદ્યાર્થીઓ તેમની મહેનત બદલ પુરસ્કાર મળી શકે. કોઈ નકારાત્મક વિચાર તમને લક્ષ્યથી ભટકાવી શકે છે, એ વાત પર ધ્યાન આપવું. એકલતા મહેસૂસ થઈ શકે. આર્થિક મામસાઓમાં મામલાઓમાં સતર્કતા રાખવી. પારિવારિક સુખ, શાંતિ અને સકારાત્મક માહોલ રહેશે.
શું કરવુંઃ- વિષ્ણુજીની આરાધના કરો.
શુભ રંગઃ-પીળો
શુભ અંકઃ-9
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ગણેશજી કહે છે કે મનની શાંતિનો અનુભવ થશે. વાંચવા-લખવામાં ઈચ્છા જાગે. યોગ્ય કામ યોગ્ય સમયે કરવાથી મન પ્રસન્ન રહે. મનમાં ચાલતો કોઈપણ પ્રકારનો તણાવ દૂર થશે. દોસ્ત અને સંબંધીઓ મદદરૂપ થશે. ધ્યાન રાખો કે જે કામમાં સરળ લાગતું હતું તે ગુંચવણભર્યું હોઈ શકે છે.
શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 5
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ગણેશજી કહે છે કે આજે તમારી દિનચર્યમાં નવીનતા લાવવા પ્રયાસ કરો. જેમાં પરિવારના લોકો પણ સામેલ થશે. વિદ્યાર્થીઓ અને યુવાનો પરીક્ષાનું પરિણામ પોતાના પક્ષે લાવી શકે. ઘરમાં કોઈ લગ્નની તૈયારીનો સમય ચાલી શકે. આજે કોઈ કોઈની સાથે વિવાદ ન કરો.
શું કરવુંઃ- કીડીઓને લોટ ખવડાવવો.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 6
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ગણેશજી કહે છે કે આજે તમે ખાસ કામ પૂરાં કરી શકશો. તમારા માન-સન્માનનો ગ્રાફ ઊંચો જઈ શકે. કોઈના હસ્તક્ષેપથી સંપતિનો વિવાદ ઉકેલવા પ્રયાસ કરો. કારણ વગર કોઈની સાથે વિવાદ ન કરો. તમારી વાણી અને ગુસ્સા પર કંટ્રોલ રાખો.
શું કરવુંઃ- પીપળાના ઝાડની નીચે દીવો પ્રગયાવો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
ગણેશજી કહે છે કે સંબંધો મજબૂત કરવા માટે તમે વિશેષ પ્રયાસ કરશો. પ્રેમ અને સ્નેહના બળે તમે સફળ થશો. તમે તમારા અહંકારનો ત્યાગ કરો અને કોઈને મલશો જેનાથી તમને વિશેષ સન્માન મળશે. કોઈપણ પ્રકારની યાત્રાથી બચવું,
શું કરવુંઃ- હનુમાનજીને સિંદૂર ચઢાવો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ગણેશજી કહે છે કે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત જણાશે. પોતાના માટે પણ સમય નહીં ફાળવી શકો. તમે આ સ્થિતિનો લાભ ઊઠાવી શકો. યોજનાઓ સફળ થશે. વિવાહ, કરિયરને લગતી ચિંતાઓ દૂર થશે. પરિવારના કોઈ સદસ્ય સાથે વિવાદ થઈ શકે.
શું કરવુંઃ- શિવલિંગ પર જળ ચઢાવવું
શુભ રંગઃ- પર્પલ
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
ગણેશજી કહે છે કે સામાજિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહો, સંબંધો મજબૂત રહે. જૂના વિવાદ દૂર થાય. ભાગદોડ રહે પરંતુ પરિણામ સારા મળે. અટવાયેલાં રૂપિયા પાછા મેળવી શકો. કોઈ પ્રયાસમાં સફળ થવા મહેનત કરવી પડે.
શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરવું.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 6
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ગણેશજી કહે છે કે તમે કોઈ વિશેષ વ્યક્તિનો સાથ મેળવી શકો. જૂની ગેરસમજ દૂર થઈ શકે. આર્થિક સ્થિતિ સારી રહી શકે. પાછલાં દિવસોથી ચાલતી ચિંતા દૂર થાય. આ સમયે ચાલતી કોઈપણ પ્રકારની ચિંતા દૂર થાય. આ સમયે દરેક કામમાં કઠોર મહેનત કરવી પડે.
શું કરવુંઃ- હનુમાનજીની પૂજા કરો.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 7
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ગણેશજી કહે છે કે તમે તમારી આંતરિક શક્તિઓનો અનુભવ કરી શકો. લોકો તમારા ટેલેન્ટને જાણશે. ઘરમાં કોઈ પ્રિયજનનું આગમન થતાં ઘરમાં ખુશીનો માહોલ જણાશે. ધનના મામલે કોઈની પર ભરોસો ન કરો.
શું કરવુંઃ- ભગવાન ગણેશની પૂજા કરો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 3
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.