14 નવેમ્બરનું અંક ભવિષ્ય:રવિવારે અંક 3ના જાતકોએ ધૈર્ય રાખવું, વહેલી સવારે પાણીમાં પીળા ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 2ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ. અંક 3ની અંક 2 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ. અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 8ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કોશિશ કરો કે કાર્યોમાં આવી રહેલી તમારી એકાગ્રતા જળવાયેલી રહે. નવા સ્થાનની યાત્રા લાભકારી રહી શકે છે.

શું કરવુંઃ- શિવ પંચાક્ષરસ્ત્રોતનો પાઠ કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

માનસિક મુંજવણ પછી લાભની સ્થિતિ બની શકે છે. જૂનું રોકાણ મજબૂત થઇ શકે છે. મેડિકલ ચેકઅપનો રિપોર્ટ અનુકૂળ આવી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને 2 લવિંગવાળું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ઇચ્છાઓની પૂર્તીના મામલે સમજોતો કરવો પડી શકે છે, એટલે જરૂરી ધૈર્ય રાખો. આસપાસના સંબંધ વિચિત્ર અનુભવ આપી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં પીળા ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

વેપારમાં ચાલી રહેલી પાર્ટનરશિપમાં પરિવર્તન કરવાનું ઇચ્છો છો તો કરી લો. નવી ફ્રેન્ચાઇઝી લેવા માગો છો તો લઇ લો.

શું કરવુંઃ- અનાથોને ભોજન કરાવો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

પિતૃપક્ષ સાથે સંબંધ સુખદ રહી શકે છે. કરિયરને લગતું મોટું કામ શક્ય છે. આઉટડોર રમતના ખેલાડીઓને સન્માન મળી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં કાળા તલ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

નજીકના પરિચયની મહિલાઓનો વ્યવહાર પરેશાનીનું કારણ બની શકે છે. કામ કરતી મહિલાઓને વધારે અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- આરાધ્યદેવને સફેદ મીઠાઈનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

તમારો નિર્ણય બદલવો પડી શકે છે. તમારાથી મોટી ઉંમરના મિત્રના કારણે ફાયદો થઇ શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવીને ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

પરિજનો સાથે વિવાદમાં ઉતરશો નહીં. અધિકારી વર્ગને સારો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- ભેંસને લીલું ઘાસ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

મહિલા સાથે કે મહિલાને લગતા વિવાદમાં બિલકુલ પડશો નહીં. પ્રાથમિકતાથી લક્ષ્ય નિર્ધારિત કરી લેશો તો કામમાં સફળતા મળી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર અને સાત્વિક વરક ભેટ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી