14 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:બુધવારે અંક 9ના જાતકોને ઘરના વડીલોનો આશીર્વાદ અને સહયોગ મળી શકે છે, વિઘ્નહર્તાની આરાધના શુભફળ આપશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 14 ડિસેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજે બપોર પછી લાભકારી સ્થિતિ બની રહી છે. પરિવારના કોઈ વડીલ વ્યક્તિ પાસેથી તમને કોઈ પ્રકારનો લાભ મળી શકે છે. ઘરના વડીલોનું સન્માન કરો. આજે ખર્ચ વધશે.

શું કરવુંઃ- ભગવાન વિષ્ણુની આરાધના કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- લાંબા સમયથી અટવાયેલાં કામ આજે પૂરા થઈ શકે છે. આ સમયે તમારું ધ્યાન તમારા કામ ઉપર રાખવું. વિરાસતમાં મળેલી સંપત્તિ સાથે જોડાયેલું કામ પણ સરળતાથી પૂર્ણ થઈ શકે છે.

શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આજે ભાઈઓ સાથે થોડી મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ શકે છે. ભવિષ્યની થોડી યોજનાઓ પણ આજે પૂર્ણ થશે. તમારા ગુસ્સા અને વિચારો ઉપર નિયંત્રણ રાખો. તમારા સન્માન અંગે કોઈ નકારાત્મક સ્થિતિ રહેશે નહીં.

શું કરવુંઃ- કીડીને લોટ ખવડાવો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજે કોઈપણ કાર્ય કરતા પહેલાં તેની યોજના અને રૂપરેખા બનાવી લો. તે પછી જ કામ કરવાનું શરૂ કરો. કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

શું કરવુંઃ- પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવવો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- ભાવુકતાની જગ્યાએ દિમાગથી કામ લેવું. તમે તમારા કાર્યો અંગે સારી રીતે નિર્ણય લઇ શકશો. વિદ્યાર્થીઓને તેમનો પ્રોજેક્ટ પૂર્ણ કરવાની તક મળશે. આજે થોડી નકારાત્મક વાત કહેવાથી વિવાદ થઈ શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સિંદૂર ભેટ કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- સંબંધીઓ સાથે વિવાદમાં તમારા નિર્ણાયક સહયોગથી સ્થિતિનું સમાધાન થશે. સમાજમાં તમારું માન-સન્માન પણ વધશે. ઘરના કોઈ જરૂરી કાગળ તમને રાખીને ભૂલી શકો છો.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર જળ ચઢાવવું

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- જો તમે આજે તમારું ઘર બદલવાની યોજના બનાવી રહ્યા છો તો તેના અંગે ગંભીરતાથી વાત કરો. મામા પક્ષ સાથે સંબંધ કોઈ પ્રકારના વિવાદને જન્મ આપી શકે છે.

શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજે ઘરના વાતાવરણને પોઝિટિવ જાળવી રાખવામાં તમારું મુખ્ય યોગદાન રહેશે. સંતાનને લઇને ચાલી રહેલી કોઇ સમસ્યાનું પણ આજે સમાધાન થશે. ખર્ચ આશા કરતા વધારે થઈ શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- ઘરના વડીલોનો આશીર્વાદ અને સભ્યોનો સહયોગ તમારા માટે સૌભાગ્યનું વાતાવરણ પેદા કરી શકે છે. આ સમયે તેમની ભાવનાઓનું સન્માન કરો. અનેકવાર વધારે પ્રાપ્ત કરવાની ઇચ્છા અને કામ પ્રત્યે ઉતાવળ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

શું કરવુંઃ- ભગવાન ગણેશજીની આરાધના કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

અન્ય સમાચારો પણ છે...