13 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:મંગળવારે અંગારકી ચોથ; આ દિવસે અંક 1ના જાતકોએ ગણેશજીની પૂજા-આરાધના કરવી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 13 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- તમારી કોશિશ ફળશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. તમે એક નવી પાર્ટનશિપ કે અસોસિએશનમાં પ્રવેશ કરી શકો છો. તમારી સામાજિક સીમા વધશે અને તમે થોડા મહત્ત્વપૂર્ણ કનેક્શન સ્થાપિત કરી શકશો.

શું કરવુંઃ- ગણેશજીની પૂજા-આરાધના કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજે યોજનાઓને પૂર્ણ સ્વરૂપથી શરૂ કરી શકાય છે અને તે તમારા માટે લાભદાયી પરિણામ આપી શકશે. નોકરિયાત જાતકો કાર્યસ્થળે પોતાના કાર્ય અને કર્તવ્યનિષ્ઠા માટે યોગ્ય પ્રશંસા અને સન્માન પ્રાપ્ત કરી શકો છો.

શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- સાહિત્ય, કળા, લેખન, સંગીત, ફિલ્મો કે ખેલ જેવા રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવાની તક મળશે અને આકર્ષક સોદા હાથ લાગી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજે તમને અનેક ફાયદા થઈ શકે છે. તમે ધનવાન બની શકો છો. આવકના નવા સ્ત્રોત બનશે. વ્યાવસાયિક સંદર્ભે સારો સમય છે, પરિણામ તમારા પક્ષમાં આવશે.

શું કરવુંઃ- પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવવો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજે તમારા સહકર્મી સમૂહના મધ્ય તમારી લોકપ્રિયતામાં વધારો શક્ય છે. વ્યાવસાયિક રીતે વસ્તુઓ યોગ્ય ચાલતી રહેશે અને તમારી સારી પ્રગતિ થશે. તમારી આવક વધશે અને તમને આર્થિક લાભ થશે.

શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- તમને અધિકારીઓ પાસેથી પૂર્ણ સહયોગ મળશે અને તમારી આવક, વેપાર અને અન્ય ઉપક્રમોથી વધશે. જો તમે નોકરિયાત છો તો તમે એક આવક વધારા કે પ્રમોશનની પ્રાપ્તિ કરી શકો છો.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજે તમારી ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. વ્યાવસાયિક સંદર્ભમાં મહત્ત્વકાંક્ષી યોજનાઓ શરૂ કરી શકાય છે. જો તમે ઉચ્ચ અભ્યાસ કે નોકરી માટે વિદેશ જવા ઇચ્છો છો તો તમે નિરાશ થશો નહીં

શું કરવુંઃ- માતા-પિતાના આશીર્વાદ લો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- વ્યાવસાયિક સંદર્ભમાં આશાવાદી દૃષ્ટિકોણ સાથે કાર્યસ્થળે તમે ખૂબ જ ઊર્જાવાન રહેશો. તમે તમારા વ્યવહારમાં વધારે સફળ થશો અને ગ્રાહકો સાથે સ્થાયી સંબંધ બાંધશો.

શું કરવુંઃ- ગાયને લીલું ઘાસ ખવડાવો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- તમારી લોકપ્રિયતા ચરમ સ્થાને રહેશે અને તમે અન્ય લોકોને વધારે પ્રભાવિત કરશો. જો તમે અધિકારીઓ સાથે વિવાદ કરવાથી બચશો તો તમે વ્યાવસાયિક ક્ષેત્રે સારી પ્રગતિ કરી શકશો.

શું કરવુંઃ- માતા લક્ષ્મીની પૂજા કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

અન્ય સમાચારો પણ છે...